તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલવડા પાસે અકસ્માતમાં 1વર્ષના બાળક સહિત 3 ઘાયલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલવડા પાસે કારની ટક્કરે બાઈક પર જતા પરિવાર ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. કલોલના વડસર ગામે રહેતાં રમેશજી નટવરજી ઠાકોર હોળીના તહેવારે કોલવડા ખાતે સાળાના ઘરે આવ્યા હતા. ધૂળેટીના દિવસે સાંજે તેઓ પત્ની અને એક વર્ષના પુત્રને બાઈક પર લઈને ઘરે નીકળ્યા હતા. કોલવડા રોડ પરથી ગાંધીનગર-પુન્દ્રાસણ રોડ ક્રોસ કરતાં હતા ત્યારે એક કાર ચાલકે બાઈક પાછળથી ટક્કર મારી હતી. જેમાં તેઓ બાઈક સાથે રોડ પર પટકાયા હતા, જેમાં ત્રણેયને નાની-મોટી ઈજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલ રમેશજીએ અકસ્માત બાદ નાસી છૂટેલા કારના ચાલક સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો