તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

39 વેપારી પાસેથી 265 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાપાલિકા વિસ્તારમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક અને 5- માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો વરાશ બંધ કરાવવા મહાપાલિકા દ્વારા દરરોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એક પખવાડિયા બાદ પણ વેપારીઓ પાસેથી સીંગલ યુઝ પ્લાસ્ટિક મળી રહ્યું છે. વધુ 39 વેપારીઓ પાસેથી મળીને 265 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મનપા ટીમ દ્વારા જપ્ત કરાયો છે અને 19,500 રૂપિયાની દંડ તરીકે વસૂલાત કરવામાં આવી છે.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ભરત જોષીએ જણાવ્યું કે જ્યાં સુધી વેપારીઓ પાસેથી સીંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળતો રહેશે ત્યાં સુધી દંડનીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે. આગામી દિવસોમાં 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિક અને સીંગ યુઝ બંધ કરાવવા માટે વધુ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 250 વેપારીને આ મુદ્દે દંડવામાં આવ્યા છે. પ્લાસ્ટિક વિરોધ ટીમ દ્વારા 1 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિકના ઝભલા, પ્લાસ્ટિકના ગ્લાસ, કપ અને થર્મોકોલ કે પ્લાસ્ટિકની ડીશ, ચમચી વિગેરે જપ્ત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...