તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ નહિ ભરનારા 240 વાહન ચાલકોના લાઈસન્સ રદ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરમાં 10થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડી દંડ નહીં ભરનાર કુલ 240 વાહનચાલકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા આરીટીઓ દ્વારા હાથ ધરાશે. જિલ્લા પોલીસ દ્વારા અગાઉ 180 વાહન ચાલકોની યાદી મોકલવામા આવી હતી ત્યારે પોલીસે વધુ 60 ચાલકોની યાદી ગાંધીનગર આરટીઓને મોકલી આપી છે. એટલે કે છાશવારે ટ્રાફિકના નિયમનો ભંગ કરીને ઇ-ચલણ મળ્યા બાદ પણ દંડ ન ભરનારા કુલ 240 વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે. જે અનુસંધાને જ આરટીઓને આવા ચાલકોના લાઈસન્સ જ રદ કરી દેવા યાદી મોકલી આપી છે. આ તમામ વાહન ચાલકોને નોટિસ ઇસ્યૂ કર્યા બાદ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે યાદીમાં 7 કે 10થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડીનારા લોકોને સમાવેશ થાય છે. તો કેટલાક ચાલકોનો તો એવા છે જેઓ 15-15 વખત નિયમો તોડી ચૂક્યા છે અને દંડ પણ નથી ભર્યો.

આરટીઓ દ્વારા લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયામાં આ ચાલકોને નોટિસ પાઠવીને 16 નવેમ્બરના રોજ બોલાવાયા છે.

દરમિયાન સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરટીઓ દ્વારા આવ ચાલકોને છેલ્લીવાર દંડ ભરવાની તક આપશે. ત્યારે જે વાહન ચાલકો દંડ નહીં ભરે અને હાજર નહીં રહે તેમના લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા આરટીઓ દ્વારા આગામી સમયે હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...