તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.માં ‘ઉજ્જવલા’ના 2.09 લાખ લાભાર્થી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસોઇ બનાવવા માટે સ્વચ્છ ઇંધણ પુરુ પાડવાની ઉજ્જવલા યોજના અંતર્ગત 5 કિલોના લાલ બાટલા આપવાનું શરૂ કરાયુ છે અને તેમાં ડબલ બોટલ કનેક્શન અપાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 2.09 લાખ થઇ છે. જે 2014માં 1.5 લાખ પર હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં જિલ્લાના નોડલ ઓફિસર વિનિત રાવતે જણાવ્યું કે જિલ્લામાં લિક્વીડ પેટ્રોલિયમ ગેસના લાલ બાટલાના વિતરકોની સંખ્યા 18 છે આગામી દિવસોમાં તેને 23 પર લઇ જવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારમાં એલપીજી પંચાયતો નિયત કરાઈ છે. જિલ્લામાં તેની સંખ્યા 71 છે. જેમાં વપરાશકારો સાથે ઇન્ટરેક્ટિવ કમ્યુનિકેશન પ્લેટફોર્મ મારફતે સંવાદ સાધવામાં આવે છે ઇમરજન્સી સેવા માટે 1906 અને ઉજ્જવલા યોજના માટે ટોલ ફ્રી નંબર 18002666696 ફોન નંબર પણ જાહેર કરાયા છે. 14.2 કિલો ગેસના બાટલાની બદલે 5 કિલોના બોટલનો વિકલ્પ અપાયો છે અને હવે ગરીબ પરિવારોને આવરી લેવા અભિયાન ચલાવાશેે.

અન્ય સમાચારો પણ છે...