તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરગાસણ પાસે કારની ટક્કરે એક્ટિવા સવાર 2 શિક્ષિકા ઘાયલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અડાલજની માણેકબા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શાલિનીબહેન યોગેશકુમાર પટેલે (રહે- સેક્ટર-2) સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શનિવારે તેઓ સ્કૂલના અન્ય શિક્ષિકા હર્ષાબહેન જગ્નેશભાઈ પટેલ (રહે- સેક્ટર-8) સાથે એક્ટિવા પર સ્કૂલેથી ઘરે આવી રહ્યાં હતા. બારેક વાગ્યાના સુમારે અડાલજથી સરગાસણ તરફના રોડ પર ચર્ચની સામે ડાઈવર્ઝન રોડ પર ચઢતા જ અચાનક એક કાર ચાલકે એક્ટિવા ટક્કર મારી હતી. જેમાં બંને શિક્ષિકા રોડ પર પટકાયા હતા, જેથી દોડી આવેલા લોકો તાત્કાલિક બંનેને પાસેની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. અકસ્માતમાં શાલિનીબેનને માથા તથા શરીરે વત્તી ઓછી ઈજાઓ પહોંચી છે. જ્યારે વર્ષાબેનને માથા ભાગે ઈજાઓ અને શરીરના અંદરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. શાલિનીબેને એક્ટિવાને ટક્કર મારનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો