તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 શખ્સો બાઈક મૂકી ભાગ્યા દારૂની 20 બોટલ ઝડપી લેવાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચિલોડા પાસેથી બાઈક પર થતી વિદેશી દારૂની હેરફેર ઝડપાઈ છે. પોલીસે બાઈક પર લઈ જવાતી દારૂની 20 બોટલો જપ્ત કરી છે જોકે, બાઈક પર સવાર બે શખ્સો ભાગી છૂટ્યા હતા.

ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં તેમની ટીમ ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગમાં હતી. ત્યારે હિંમતનગર તરફથી GJ-18-DD-3294 નંબરનું પલ્સર બાઈક આવ્યું હતું, જેના પર બે શખ્સો હતા. પોલીસે બાઈક રોકવાનો ઈશારો કરતાં બાઈક ચાલકે ઉભુ ન રાખતા બાઈક ભગાવી મુક્યું હતું. જેને પગલે પોલીસે તેનો પીછો કરતાં બંને શખ્સો બાઈક મુકીને ભાગી છુટ્યા હતા.

પોલીસે બાઈક ચેક કરતાં તેમાં લટાકયેલા બે થેલામાં વિદેશી દારૂની 20 બોટલો મળી આવી હતી. પોલીસે 6 હજારની કિંતમનો દારૂનો જથ્થો અને બાઈક જપ્ત કરીને તેના નંબરના આધારે તેના ચાલક અને પાછળ બેઠેલા શખ્સો સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે બાઈક નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવા સાથે દારૂનો આ જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો