તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાપુર પાસેની આવકાર હોટેલમાંથી દારૂની 12 બોટલ સાથે 2 ઝડપાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર તાલુકાના અંબાપુર ગામ પાસે આવેલી આવકાર હોટેલમાંથી દારૂની 12 બોટલો સાથે 2 લોકો ઝડપાયા છે.

અડાલજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધવલસિંહને બામતી મળી હતી કે એક ખેપિયો અંબાપુર રોડ પર આવેલી આવકાર હોટેલ ખાતે દારૂની સપ્લાય કરવા આવવાનો છે. તેવી જેના આધારે પોલીસે સોમવારે રાત્રે 9.30 વાગ્યે વોચમાં હતી તે દરિયાન કપડાંની થેલીમાં દારૂનો જથ્થો ભરીને એક યુવક આવ્યા હતો.

આ સમયે હોટેલમાંથી એક શખ્સ તેની પાસે આવ્યો હતો. જેને પગલે પોલીસે બંનેને ઝડપી લીધા હતા. દારૂની સપ્લાય કરવા આવેલો શખ્સ અંબાપુરનો જ રહેવાસી ભીખા શકરાજી ઠાકોર (35 વર્ષ) અને દારૂ લેવા આવેલો શખ્સ આવકાર હોટેલમાં કામ કરતો મુળ રાજસ્થાનના કોરા ગામના નેનારામ વીરારામ પરમાર (30 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. પોલીસે 4800ની કિંમતની દારૂની 12 બોટલો જપ્ત કરીને બંને વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આરોપી દારૂનું છૂટક વેચાણ કરતો હતો
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આરોપી નેનારામ હોટેલમાંથી દારૂનું છુટ્ટક વેચાણ કરતો હતો. જોકે, આ મુદ્દે હોટેલ માલિક કે હોટેલના અન્ય કોઈ સ્ટાફની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથધરી છે. જો અન્ય કોઈની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ પગલાં ભરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો