તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં બિનખેતી પરવાનગીમાં 193.42 કરોડ પ્રીમિયમ વસૂલાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં ખેતી-ખેતી અને બિનખેતી જમીનને નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવાની પરવાનગીઓ મેળવવા માટે 5 વર્ષ દરમિયાન 5, 374 અરજીઓ મળી હતી અને પરવાનગી આપવા માટે સરકાર દ્વારા રૂપિયા 193.42 કરોડ જેટલી રકમ પ્રમિયમ તરીકે વસૂલ કરવામાં આવી હોવાનું રાજ્યના મહેસૂલ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યુ હતુ.

નોંધવું રહેશે કે આ સમયગાળામાં કુલ 4519 અરજીઓ મંજુર કરવામાં આવી હતી અને શરતભંગના 855 કિસ્સા પકડી પાડવામાં આવ્યા હતા.

પાટનગરના સેક્ટર વિસ્તારની બહાર છેલ્લા દાયકામાં વસવાટ અને વિકાસ વ્યાપક થયો છે. ત્યારે સ્વાભાવિક રીતે જ જમીનના સત્તા પ્રકારમાં ફેરફાર કરાવવાનું પ્રમાણ વધ્યુ હતુ. ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ખેતી-ખેતી હેતુ માટે જુની શરતમાં ફેરવવાની માગણી કરતી 9955 અને બિનખેતીમાં 1351 અરજીઓ સરકાર સમક્ષ આવી હતી. આ પૈકીની 4519 અરજીઓ મંજુર કરવામાં આવી અને 855 અરજીમાં શરતભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં કુલ મળીને પ્રમિયમની આવક 193. 42 કરોડની આવક થઇ હતી.

જ્યારે નવી શરતમાંથી જુની શરતમાં ફેરવવા માટે મળેલી અરજીઓ પૈકીની 564 અરજીઓ હજુ પડતર પડી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

તેના કારણમાં જણાવ્યું કે અરજદારે જરૂરી દસ્તાવેજ રજુ નહીં કર્યા હોવાથી, મુળ સ્થળે કબ્જેદાર ન હોવાથી, કબ્જાહક્કની રકમ ભરપાઇ કર્યાના આધાર રજુ ન કરવાથી, મહેસૂલી ટાઇટલ ક્લીયર ન હોવાથી, રેકર્ડ અધુરી વિગતના હોવાથી, કોર્ટ કાર્યવાહી ચાલુ હોવાથી, બીજા હક્કમાં બોજો નોંધાયેલો હોય તો અને ગણોતિયા દ્વારા ખરીદ કિંમતના હપ્તાની રકમ ભરી ન હોય ત્યારે અરજીઓ પડતર રહે છે. છતાં તેનું સતત મોનિટરીંગ કરીને અને ઝુંબેશ ચલાવીને નિકાલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો