તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ કારખાનેદાર પાસેથી રૂપિયા 1.90 લાખ રોકડા જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણી દરમિયાન નાણાની હેરાફેરી રોકવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ 23 નાકા પર સ્ટેટિક ટીમને કામે લગાડવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 હજાર જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા દહેગામમાં 13.99 લાખની રોકડ મંડળીના ચેરમેન પાસેથી પકડાયા બાદ મંગળવારે કલોલના છત્રાલ જીઆઇડીસી વિસ્તાર નજીક કૃષિ કારખાનેદારની ગાડીની તપાસ દરમિયાન રૂપિયા 1.90 લાખ રોકડા મળી આવ્યા હતા.

કારખાનેદારે ધંધાના નાણા હોવાનું કહ્યુ હતુ પરંતુ તેઓ રકમ સંબંધમાં આધાર પુરાવા રજુ નહીં કરી શકતા રોકડ જપ્ત કરાઇ હતી. તંત્રે તેમને પુરાવા રજુ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે.

નોડલ ઓફિસર મહાવિરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ઉંઝા તાલુકાના ઐઠોર ગામના રહેવાસી અને ગજાનન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામથી વ્યવસાય કરતા ચેતનભાઇ દાનશંગભાઇ ચૌધરીની સ્વિફ્ટ કારને છત્રાલમાં કરણ પેપર મીલ પાસે અટકાવીને સ્ટેટિક ટીમે તલાસી લેતા તેમાથી 1.90 લાખ રોકડા મળી આવ્યા હતા અને ચેતનભાઇ આ નાણા સંબંધમાં કોઇ પુરાવા રજુ નહીં કરી શકતા તે રકમ જપ્ત કરાઇ હતી. તેઓ સપ્તાહમાં પુરાવા રજુ નહીં કરે તો જિલ્લા ચૂંટણી તંત્રની એકાઉન્ટિંગ ટીમ આગળની કાર્યવાહી કરશે.

અન્ય સમાચારો પણ છે...