તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાંથી 5 વર્ષમાં 10.87 કરોડનો દારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડક દારૂબંધીની વાતો વચ્ચે ગાંધીજીના ગુજરાતમાં પાટનગર ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં અધધ કહીં શકાય એટલો 10.87 કરોડનો દારૂ ઝડપાયો છે. આ આંકડો તો પકડાયેલા દારૂનો છે પરંતુ તેનાથી અનેક ગણો દારૂ પીવાય ગયો હશે તે નક્કી છે.

આ આંકડા વિધાનસભામાં સત્રમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા અને માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે પુછેલા સવાલના મુખ્યમંત્રીએ આપેલા જવાબથી બહાર આવ્યાં છે.

આ આંકડા જ દર્શાવે છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂનો કેટલો વેપલો થાય છે. આ આંકડો જિલ્લાના ચાર તાલુકા ગાંધીનગર, કલોલ, માણસા, દહેગામમાં જુલાઈ-2013થી જુન-2018 સુધી પકડાયેલા દારૂના છે.

પાંચ વર્ષમાં પકડાયેલો દારૂ અને તેની કિંમત
વિદેશી દારૂ : 4,12,839 નંગ બોટલો, કિંમત: 10,00,91,995 રૂપિયા

બિયર : 73,794 નંગ ટીન, કિંમત:71,78,470 રૂપિયા

દેશી દારૂ : 75534 લીટર, કિંમત: 1494279 રૂપિયા

પાંચ વર્ષમાં 145 આરોપીઓને તડીપાર કરાયા
દારૂ બંધીને કેસોમાં છાશવારે પકડાતા રીઢા બની ગયેલા બુટલેગરો સામે જિલ્લામાંથી તડીપાર કે પાસા સુધીના પગલાં લેવાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં દારૂના કેસમાં આવા 145 બુટલેગરોને તડીપાર અને 26ને પાસા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો