પાકની નુકસાની સામે ઓછું વળતર આપે તો કંપની સામે પગલા લેવાશે: નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
Bhaskar News

Bhaskar News

Sep 13, 2018, 01:05 AM IST

ગાંધીનગર: રાજ્ય સરકારની બુધવારે કેબિનેટની મળેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓછા વરસાદને કારણે ખેડૂતોને પાક વીમામાં તકલીફ ન પડે તે માટે કાળજી રાખવાના મુખ્ય સચિવને તાકીદ કરી છે. આ બાબતે જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે,સરકારને પણ ખેડૂતોની એવી રજૂઆત મળી છે કે,વીમા કંપનીઓ નુકસાની સામે ઓછી આકારણી કરે છે.

મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરીને પટેલે કહ્યું હતું કે,વીમા કંપનીઓ આકારણી કરવામાં ગેરરીતિ કરશે તો વીમા કંપનીઓ સામે પગલા ભરાશે. દરમિયાનમાં સૂત્રોએ જણાવ્યું હતું કે,સરકારે ઓછા વરસાદને કારણે સિંચાઇ માટે નર્મદા સિવાયના ડેમોમાંથી કઇરીતે પાણી આપી શકાય તેનો અહેવાલ તૈયાર કરવાની સિંચાઇ વિભાગને તાકીદ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકારને ખેડૂતોની એવી રજૂઆત મળી છે કે, વીમા કંપનીઓ જેટલું નુકસાન થયું હોય તેટલા નુકસાનની આકારણી કરતી નથી. આથી આકારણીમાં ગેરરીતિ કરશે તો તેની સામે પગલા ભરાશે.

કેબિનેટ બેઠકમાં સિંચાઈની ચર્ચા


કેબિનેટની બેઠકમાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની સિંચાઇ માટે પાણી આપવાની માગણી પર ચર્ચા કરાઈ હતી. સિંચાઇ માટેના પાણીની માગણી થઇ રહીં છે આથી જ્યાં નર્મદાનું પાણી આપી શકાય તેમ ન હોવાથી અન્ય ડેમમાંથી કઇરીતે પાણી આપી શકાય તેની શક્યતા તપાસાઇ રહીં છે.

X
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી