વાઈબ્રન્ટ 2019 / 1500 પોલીસ અધિકારી-જવાનોને મેનર્સ શીખવાડ્યા, કહ્યું- અંગ્રેજી ભલે ન આવડે સોરી, થેંક્યુ, વેલકમ શબ્દો યાદ રાખવા

Vibrant summit 2019 1500 policemen trained on mannerism
X
Vibrant summit 2019 1500 policemen trained on mannerism

  • વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે સેમિનારનું આયોજન કરાયું
  • પોલીસની કામગીરીથી ખુશ થાય તે પ્રમાણેનું વર્તન કરવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ
  • ટ્રેનરે કહ્યું કે મહેમાનો આવે ત્યારે ચહેરો હસતો રાખજો અને નમ્રતાથી વાત કરજો

DivyaBhaskar.com

Jan 10, 2019, 01:16 PM IST
ગાંધીનગર: મહાત્મા મંદિરમાં 18થી 20 જાન્યુઆરી વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં વિદેશી ડેલીગેટ્સ, ઉદ્યોગપતિઓ,વીવીઆઈપી મહાનુભાવો મોટી સંખ્યામાં આવશે. આ મહેમાનો સાથે પોલીસનુ વાણી-વર્તન કેવું હોવું જોઈશે તથા તેમના સિક્યુરિટી ચેકિંગ દરમ્યાન ખાસ શું તકેદારી રાખવી પડશે તે સહિતના 1500થી વધુ પોલીસ અધિકારી-જવાનોને મેનર્સ એન્ડ એટીકેટ્સના પાઠ શીખવવામા આવ્યા હતા. ટ્રેનરે સલાહ આપી હતી કે ફાકડું અંગ્રેજી ભલે ન આવડે સોરી, થેંક્યુ, વેલકમ શબ્દો યાદ રાખી લેવા.

પોલીસની છાપ ખરાબ છે તેનુ મુખ્ય કારણ તેમના વાણી-વર્તન

 

મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં દેશ-વિદેશથી આવતા મહાનુભાવો સાથે કેવી રીતે વર્તન કરવું, આવનાર મહેમાન રાજ્યની પોલીસની કામગીરીથી ખુશ થાય તે પ્રમાણેનું વર્તન કરવા માટે ખાસ ટ્રેનિંગ અપાઈ હતી. મહાત્મા મંદિરમાં 700 જેટલા પોલીસ અધિકારી-જવાનોને ડ્યુટી સોંપાઈ છે જેઓ તમામ કોર્પોરેટ લૂકમાં જોવા મળશે. કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ ફોર્મલ કપડાં પર કોટી અને તેનાથી ઉપરના અધિકારીઓ બ્લેઝરમાં જોવા મળશે. પોલીસની છાપ ખરાબ છે તેનુ મુખ્ય કારણ તેમના વાણી વર્તન છે. તેને ધ્યાને લઈને આ વિશેષ સેમિનાર યોજીને છાપ સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસને ભણાવાયેલા પાઠમાં આ મુખ્ય મુદ્દાઓની સમજ અપાઈ 

 

- વાઇબ્રન્ટ સમિટ માટે રાજ્યના સુરક્ષા કર્મીઓ આવી ગયા છે ત્યારે સિનિયર કર્મચારીઓ મહાત્મા મંદિર ખાતે સમજાવી રહ્યા હતા

- કોઈપણ મહેમાન આવે ત્યારે નમ્રતાથી હસતાં મોંઢે વાત કરવી

- ફાકડું અંગ્રેજી ભલે ન આવડે સોરી, થેંક્યુ, વેલકમ શબ્દો યાદ રાખી લેવા

- હાથ મિલાવો તો ત્રણ વખત પુલઅપ બાદ હાથ છોડી દેવો

- બંદોબસ્ત વખતે નાકમાં આંગળી ન નાખવી

પોલીસે નમ્રતા સાથે વર્તન કરવાનું છે પરંતુ સુરક્ષાને લઈને કામગીરી નથી ભુલવાની 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી