વાઈબ્રન્ટ ગુજરાત 2019ની તૈયારીઓ, સચિવોના વિદેશ પ્રવાસના આટા-ફેરા શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહીવટી તંત્રમાં ફેરફારો કર્યા બાદ તેમની સરકારને વાઇબ્રન્ટ મોડ પર લાવી દીધી છે. તો બીજી તરફ રાજ્ય સરકારના ઓફિસરો પણ વાઇબ્રન્ટને લઈને આખરી ઓપ આપી રહ્યા છે.ઉદ્યોગ વિભાગે બનાવેલી એડ્વાઇઝરી કમિટીનો રિપોર્ટ સબમીટ થયા પછી આવતા મહિને સનદી અધિકારીઓના વિદેશ પ્રવાસનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે. ગુજરાત  સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમાં મુખ્ય મહેમાન બનીને આવવાના છે. તેવા વાઇબ્રન્ટ ઇન્વેર્સ્ટસ સમિટમાં ગુજરાત સરકારની જેમ ભારત સરકાર પણ સહભાગી બની રહી છે. કેન્દ્ર ઉદ્યોગ સાથે જોડાયેલા 20થી વધુ ડિપાર્ટમેન્ટ ગુજરાતની વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી બન્યા છે.

 

તો બીજી તરફ ગુજરાત સરકારના આઇ.એ.એસ ઓફિસરોની વિદેશ યાત્રા પણ શરૂ થઈ રહી છે .સચિવાલયના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામા વાઇબ્રન્ટ સંલગ્ન ફોરેન ટુર આયોજીત કરવામાં આવી છે. જેમાં સરકારના મહત્વના વિભાગો કે જેમને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ પરફોર્મન્સ આપવાનું છે. તેવા વિભાગના  અધિકારીઓને રોડ શો માટે વિદેશયાત્રાએ મોકલવામાં આવશે.અને ત્યારબાદ ભારતના વિવિધ રાજ્યના પ્રવાસે મોકલવામાં આવશે. 


રાજ્ય સરકારના મહત્વના ઉદ્યોગ વિભાગે વિદેશ યાત્રા માટે વિશેષ એડવાઈઝર કમિટી બનાવી દીધી છે .આ કમિટીના ચીફ તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. જ્યારે અન્ય સભ્યોમાં મુખ્ય સચિવ અન્ય આઈ.એ.એસ ઓફિસર તેમજ કોર્પોરેટ જગતના બિઝનેસ લીડર્સ નો કરવામાં આવ્યો છે.તો બીજી તરફ વિશ્વના 125થી વધુ દેશોને વાઇબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ કાર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે .જે પૈકી મહત્વના 25 દેશોમાં રાજ્યના 24 જેટલા ઓફિસરો પ્રવાસ કરશે. મનાઈ રહ્યું છે કે 2017માં 12 દેશો કન્ટ્રી પાર્ટનર હતા પરંતુ વર્ષ 2019 માં 15 દેશોને કન્ટ્રી પાર્ટનર બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...