તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈબ્રન્ટ ગુજરાતઃ ટ્રમ્પને બોલાવવાનું મોદીનું સપનું તૂટ્યુઃ 2019ની સમિટમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર પણ નહીં રહે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2017માં વાઈબ્રન્ટ ગુજરાત યોજાઈ હતી - Divya Bhaskar
2017માં વાઈબ્રન્ટ ગુજરાત યોજાઈ હતી

* 18-19 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટમાં હવે ફક્ત અમેરિકન રાજદૂત અને બિઝનેસ ડેટિગેટ્સ જ આવશે
* અચાનક લીધેલા નિર્ણય માટે અમેરિકાએ હજી સુધી કોઈ કારણની સ્પષ્ટતા કરી નથી

 

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની (વીજીએસ) 2019ની આવૃત્તિમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર નહીં રહે. અમેરિકન સરકારે આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે જ 2019ની વાઈબ્રન્ટ સમિટમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે આ વખતે યુએસના વીવીઆઈપી મહાનુભાવો પણ વાઈબ્રન્ટ સમિટમાં હાજર નહીં રહે અને હવે આ સંજોગોમાં યુએસના બિઝનેસ ડેટિગેટ્સ અને રાજદૂતથી જ કામ ચલાવવું પડશે. જો કે, આ માટેના કારણોની હજી સુધી અમેરિકા તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે આગામી 18-19 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે પાર્ટનર કન્ટ્રી એટલે કે ભાગીદાર રાષ્ટ્ર તરીકે જોડાવા અમેરિકન સરકારને આમંત્રણ પાઠવ્યું હતું. આ અંગે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, આગામી વાઈબ્રન્ટ સમિટમાં ફક્ત અમેરિકાના રાજદૂત અને બિઝનેસ ડેલિગેટ્સ જ હાજર રહેશે. જો કે, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ હજી પણ વાઈબ્રન્ટ સમિટની પાર્ટનર સંસ્થાઓ રહેશે.

અન્ય સમાચારો પણ છે...