તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભત્રીજાને સંબોધીને PSI અનિલે લખ્યું: મોટો થઈને તું પોલીસખાતા સિવાય ગમે તે નોકરી કરજે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરઃ ગાંધીનગરમાં પોલીસ ભવન સ્થિતી ઇન્ટેલીજન્ટ બ્યુરોની ઓફિસમાં ફરજ બજાવતા અને ગાંધીનગરનાં રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઇ અનિલ જોધભાઇ પરમાર મંગળવારે સવારે 10.30 વાગ્યે નોકરી પર જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થઇ જતા પરીવારજનો ચિંતામાં મુકાયા હતા. પરંતુ શોધખોળ છતા પત્તો ન લાગતા તથા ફોન પણ બંધ આવતા અનિલભાઇનાં મોટાભાઇ રાજેશભાઇ દ્વારા ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં અનિલભાઇ ગુમ થયાની જાણવા જોગ ફરીયાદ કરવામાં આવી છે. જયારે પરીવારજનોને બે પાનાની અનિલભાઇ સહિ સાથેની ચીઠ્ઠી મળી આવી છે. 

 

SP હરિકૃષ્ણ પટેલ અને અાર.જે સવાણી, જૂલી કોઠિયા, નિતા દેસાઈથી ત્રસ્ત IBનો PSI અનિલ ચિઠ્ઠી લખી લાપતા, ભત્રીજાને સંબોધીને લખ્યું

 

અા ચિઠ્ઠીમાં અાબીના ઉચ્ચ અધિકારીઅો અને કેટલાક કર્મચારીઅો સામે સ્ફોટક અાક્ષેપો છે. જો કે પોલીસ પાસે આ ચીઠ્ઠી છે કે કેમ તે અંગે પોલીસ કશુ બોલવા તૈયાર નથી. તપાસ અધિકારી એસ બી પઢેરીયાએ ફોન બંધ કરી દીધો હતો. જયારે ગાંધીનગર ઇન્ચાર્જ એસપી બલોલીયાએ જણાવ્યુ હતુ કે કાલે કાગળો જોઇને કહીશુ. જેમાં નીચે પ્રમાણેનું લખાણ જોવા મળે છે. જો કે તે અનિલનાં જ  અક્ષર છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.