ગુજરાતમાં રાહુલબ્રિગેડના યુવા ચહેરાઓનું મહત્ત્વ વધશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: વર્ષ 2018માં દેશના પાંચ રાજ્યોમાં થનારી ચૂંટણી તેમજ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાની ગાડીને ગેરમાં પાડી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ઉત્સાહજનક પરિણામને રાહુલ ગાંધીની સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબ બાદ ગુજરાતમાં પણ રાહુલની રણનીતિ ચાલી જતાં આગામી તમામ ચૂંટણીઓમાં પણ રાહુલ બ્રિગેડના યુવા ચહેરાઓને મહત્વ મળવાનું છે. આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનમાં દેશવ્યાપી મોટા ફેરફાર કરવામાં આવશે. ગુજરાતમાં પણ રાહુલની પસંદગીના યુવા ચહેરાઓનું મહત્ત્વ વધવાનું છે. પ્રદેશ પ્રમુખ તરીકે પણ આગામી દિવસોમાં ભરતસિંહ સોલંકીના સ્થાને કોઈ યુવા ચહેરો જોવા મળે તેવી પ્રબળ સંભાવના છે.

 

ભાજપને ઘેરવા કોંગ્રેસે 65 મુદ્દાઓ તૈયાર કર્યા


બીજી તરફ 99 ધારાસભ્ય સાથે ચૂંટાયેલી ભાજપની સરકારને આગામી દિવસોમાં ઘેરવા માટે કોંગ્રેસે 65 મુદ્દાઓ તૈયાર કર્યા છે. આગામી દિવસોમાં પીવાના અને સિંચાઈના પાણી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ ઉપરાંત અન્ય મુદ્દાઓને લઈને કોંગ્રેસ ભાજપ સરકારને ઘેરશે તેમ પક્ષના આધારભૂત સૂત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...