તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • છત્રાલ હત્યા કેસમાં 6 આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા | Six Accused In The Chhatral Murder Case Were Granted 11 Days Remand

છત્રાલ હત્યા કેસમાં 6 આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: કલોલનાં છત્રાલમાં દોઢેક વર્ષથી ચાલતા કોમી તણાવ વચ્ચે છત્રાલ જીઆઇડીસીનાં ગેટ પાસે અજાણ્યા શખ્સો દ્વારા પાટીદાર યુવાનની હત્યા થતા ઘેરા પડઘા પડ્યા છે. મૃતકનાં પુત્રની પોલીસ દ્વારા લેવાયેલી ફરીયાદમાં 7 શખ્સોને શકમંદ તરીકે દર્શાવાયા છે. 6 આરોપીઓને ઝડપી લેવાયા છે. આરોપીઓને ગુરૂવારે ગાંધીનગર કોર્ટમાં હાજર કરાતા કોર્ટે 11 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જ્યારે પોલીસે હથિયાર અને એક આરોપીને ઝડપી લેવા 14 દિવસના રીમાંડ માગ્યા હતા.

 

 લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા


છત્રાલમાં બનેલા બનાવને લઇને અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે પોલીસે કેસમાં 7 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.  જેમાં મોહીનુરહક ઉર્ફે કાલુમિયાં સૈયદ, અસ્લમ ઉર્ફે બોળીયો સૈયદ, જકરમીયા  સૈયદ, અકરમ સૈયદ, મહેબુબ ઉર્ફે મેબલો મલેક, ફિરદોશ સૈયદ જે બાબુ મુર્તુજનો જમાઇ, લતીફ કુરેશી જ્યારે એક હજુ પણ ફરાર છે ત્યારે 6 આરોપીઓને ગુરૂવારે શહેર કોર્ટમાં હાજર કરાયા હતા. આ પહેલા કલોલ કોર્ટમાં આરોપીઓને હાજર રાખવાના સમાચારથી કોર્ટ સંકુલ આજુબાજુમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 

 

મંત્રી પરબત પટેલે મૃતકના ઘરે મુલાકાત લીધી

છત્રાલમાં પાટીદાર અશોક પટેલની વિધર્મીઓ દ્વારા હત્યા કરાઈ છે, ત્યારે પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારાયા બાદ મોટી સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી ગયા હતા. બીજા દિવસે મંત્રી પરબત પટેલે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી હતી.

 

અન્ય સમાચારો પણ છે...