સૌરાષ્ટ્રમાં મગફળી વચ્ચે માટી નિકળતા ટેકાની ખરીદી અટકાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી પુર્વે ખેડુતોને રીઝવવા ટેકાનાં ભાવે મગફળીની ખરીદીની જાહેરાત બાદ લાભ પાંચમથી ખરીદી ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લામાં 32 કરોડની મગફળી ઠલવાઇ છે. દરમિયાન ગોંડલમાં ટેકાનાં ભાવે ખરીદીને લાવવામાં આવેલી મગફળીમાં ધુળ ભરેલી બોરીઓ મળવાની ગંભીર ઘટના સામે આવતા સરકાર ચોકી ઉઠી છે. ત્યારે અન્ય સેન્ટરો પર પણ આવુ થઇ રહ્યો હોવાની શકયતા સાથે રાજયભરમાં હાલ પુરતી ખરીદી અટકાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ગુરૂવારે દહેગામ સેન્ટર પર પણ ખરીદી બંધ કરી દેવાતા ખેડુતો રોષે ભરાયા હતા. ત્યારે ફરી ખરીદી કરવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવશે તેવી ધરપત ખેડુતોને આપવામાં આવી છે. સરકારે પ્રતિમણ રૂ. 900નાં ટેકાનાં ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા સારા ભાવને લઇને સમગ્ર રાજયમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. ગાંધીનગર જિલ્લામાં પણ દહેગામ તથા માણસા સેન્ટર પર ખરીદી કરવામાં આવી આવી હતી. જેમાં માણસામાં ખરીદી પુર્ણ થતા સેન્ટર બંધ થયુ હતુ. જયારે દહેગામ સેન્ટર પર ખરીદી ચાલી રહી છે.

 

જે એકાદ સપ્તાહમાં પુર્ણ થઇ જવાની આશા હતા. પરંતુ 4 દિવસ પુર્વે સૌરાષ્ટ્રમાં ગોંડલનાં ગોડાઉનમાંથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં ધુળની બોરીઓ નિકળતા તંત્ર ચોક્યુ હતુ. કારણ કે ખેડુતો અથવા તો સેન્ટરનાં સ્ટાફ દ્વારા મગફળીની જગ્યાએ આ બોરીઓ ભરાવીને કૌંભાડ આચરવામાં આવ્યુ છે. જેને લઇને અન્ય સેન્ટરો પરથી ખરીદાયેલી અને ગોડાઉનમાં મુકાઇ ગયેલી મગફળીમાં પણ આ બાબતે તપાસ કરવાની ફરજ પડી છે.

 

જયારે હજુ કોઇ જગ્યાએ આવુ થઇ રહ્યુ હોય તો અટકાવવા તાત્કાલીક પગલે લેવાની જરૂરી જણાતા સરકાર દ્વારા સમગ્ર રાજયમાં એપીએમસી સિવાયનાં સેન્ટરો પર ખરીદી અટકાવી દેવાઈ છે. જેમાં દહેગામ સેન્ટર પણ ખરીદી અટકાવી દેવાતા ખેડુતો રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...