Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » rakshabandhan celebration held at gujarat cm vijay rupani house in gandhinagar

ગુજરાતભરથી રાખડી બાંધવા બહેનો પહોંચી CM નિવાસ, દિવ્યાંગ બાળાઓએ રૂપાણીને બાંધી રક્ષા

Divyabhaskar.com | Updated - Aug 26, 2018, 01:24 PM

રક્ષાબંધન પર્વની રાજ્ય સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે

  • ગાંધીનગર: મુખ્યમંત્રી નિવાસે વિજય રૂપાણીને રાજ્યભરમાંથી આવેલી મહિલાઓએ રાખડી બાંધી હતી. દરમિયાન દિવ્યાંગ બાળાઓ પહોંચતા ખુરશી પરથી ઊતરીને આવનાર બહેનોને અગવડ ન પડે તે માટે બનાવેલા વોકવે પર બેસી ગયા હતા અને દિવ્યાંગ દીકરીઓ પાસેથી રાખડી બંધાવી હતી.


    રાખડી બાંધવા રાજ્યભરથી આવી મહિલાઓ


    રક્ષાબંધન પર્વની રાજ્ય સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાઇ બહેનના હેતના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વની ઉજવણી મુખ્યમંત્રી નિવાસે કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી ભાજપના મહિલા મોરચા અને સામાજીક-ધાર્મિક સંગઠનની બહેનોએ વિજય રૂપાણીને રાખડી બાંધીને દિર્ધાયુ આયુની કામના કરી હતી.


    આજે રક્ષાબંધનની ઉજવણી


    ભાઇ બહેનના પવિત્ર સબંધના પ્રતિક રૂપે રક્ષા બંધનની આજે ઉજવણી કરવામાં આવશે, જોકે પુનમ સાંજે 5:26 વાગ્યા સુધી જ છે તેથી ત્યાં સુધી બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે, રક્ષાબંધનના દિવસે ભાઇની પ્રતિભાને વધારવા માટે શ્રદ્ધાપુર્વક કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસ ફળે આપતી હોય છે. શ્રાવણ સુદ પુનમે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે, આ બાબતે જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યા અનુસાર, આજના દિવસે આવનારી રક્ષાબંધન ખાસ કરીને વધારે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવાશે. રવિવારે ચંદ્ર કુંભ રાશિમાં અને ધનિષ્ઠા નક્ષત્રમાં છે, ત્યારે પંચક યોગ બને છે. જોકે પંચક યોગ રક્ષાબંધન પર્વને લાગતી અસર કરતી નથી.

  • rakshabandhan celebration held at gujarat cm vijay rupani house in gandhinagar
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • rakshabandhan celebration held at gujarat cm vijay rupani house in gandhinagar
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • rakshabandhan celebration held at gujarat cm vijay rupani house in gandhinagar
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • rakshabandhan celebration held at gujarat cm vijay rupani house in gandhinagar
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • rakshabandhan celebration held at gujarat cm vijay rupani house in gandhinagar
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ