રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહ અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રામનાથ કોવિંદ રવિવારે  બપોરે 12 વાગ્યે અમદાવાદ પહોંચશે,  ત્યારબાદ 4 કલાકે ગુજરાત યુનિવર્સિટીના 66માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી  દીક્ષાંત પ્રવચન આપશે. સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન,મેડિકલ, લો, એન્જિનિયરિંગ સહિતની 8 ફેકલ્ટીના 56,159 વિદ્યાર્થીઓને પદવી, પ્રમાણપત્રો એનાયત  કરાશે. વિવિધ વિદ્યાશાખાના સાત ફેકલ્ટીના 135ને 242 ગોલ્ડ મેડલ અપાશે.  સોમવારે વડોદરામાં મહારાજા સયાજીરાવ  યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
અન્ય સમાચારો પણ છે...