પેથાપુર ગામના બુટલેગરના ગોડાઉનમાંથી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉપર સ્કોરપિયો કાર ચડાવી દેનાર કુખ્યાત બુટલેગર સ્ટેલીએ એક ખેતરમાં સંતાડી રાખેલા દારૂના ગોડાઉન ઉપર પોલીસે છાપો માર્યો હતો. બળિયાદેવ નાળિયા પાસે ચેબલીવાળા ખેતરમાં તબેલાની પાસેભોયરૂ બનાવી તેમાં સંતાડાયેલા રૂ.66.800ના દારૂ ઝડપી લેવાયો હતો. પોલીસે રેડ દરમિયાન એકની ધરપકડ કરી હતી.

 

કોન્સ્ટેબલ ઉપર કાર ચડાવી દેનાર સ્ટેલીના ખેતરમાં રેડ

 

બે દિવસ પહેલા પેથાપુરના કુખ્યાત બુટલેગર સ્ટેલીએ પેથાપુર પોલીસ સ્ટેશનના કોન્ટેલબ ઉપર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે કોન્ટેબલ ઘાયલ થયા હતા. પોલીસ સ્ટેશનના ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, મિલીનકુમાર, પ્રદિપસિંહ, વિષ્ણુભાઇ,સંજયસિંહ, બેચરભાઇ સહિત પોલીસ સ્ટેશનમાં હાજર હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, પેથાપુરની સીમમાં આવેલા બળિયાદેવ નાળિયા પાસે ચેબલીવાળા ખેતરમાં દારૂ સંતાડવામાં આવ્યો છે.

 

પોલીસ ટીમ સાથે ચેબલીવાળા ખેતરમાં પહોંચી હતી. એક તબેલાની પાસે ઓટલા જેવુ જોવા મળતુ હતુ. જ્યારે ઓટલાની પાસેથી ઘાસ દુર કરવામાં આવતા પોલીસ પણ ચોકી ગઇ હતી. કારણ કે અહિંયા એક 2*2ની સાઇઝમાં એક મોટુ ઢાંકણ મુકવામાં આવ્યુ હતુ. જ્યાં તાળુ મારેલી હાલતમાં હતુ.

 

પોલીસ રેડમાં કઇ બ્રાન્ડની વિદેશી દારૂ પકડાયો

 

બે દિવસ પહેલા હુમલો કરવા છતા પોલીસે આજે સ્ટેલીના ગોડાઉન ઉપર રેડ કરી હતી. જેમાં એસી સેક સબકી ચોઇસ વ્હીસ્કી 1 પેટી રૂ. 13800, ઓફિસર ચોઇસ વ્હીસ્કી 1 પેટી રૂ.7500, સીસામસ બ્લેન્ડર 24 નંગ રૂ. 14700, હેવર્ડ 5 હજાર સ્ટ્રોન્ગ બિયર 10 પેટી રૂ.30.800, જ્યારે ઇગ્લીશ દારૂની 92 બોટલ કિંમત રૂ. 36 હજાર મળી કુલ 66.800નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

 

અન્ય સમાચારો પણ છે...