જાતિવાદની હોળીમાં આનંદીબેન હોમાયા, પ્રાંતવાદનો પલીતો ચાંપી રૂપાણીનું રાજીનામું લેવાનું ષડયંત્ર: ધાનાણી

DivyaBhaskar.com

Oct 12, 2018, 01:27 PM IST
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા
અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો સાથે ભાઈચારો કરવા એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા હતા
અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો સાથે ભાઈચારો કરવા એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા હતા
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં અમિત ચાવડા સહિતના કોંગીઓ હાજર રહ્યા હતા
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં અમિત ચાવડા સહિતના કોંગીઓ હાજર રહ્યા હતા

ગાંધીનગર: હિંમતનગરના ઢુંઢરમાં 14 માસની બાળકીના દુષ્કર્મ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં પરપ્રાંતીયો પર હુમલાઓ શરૂ થયાં હતાં. જેને પગલે ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને પોતાના વતનની વાટ પકડી હતી. જેને લઈને રૂપાણીને લઈને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સનસનીખેજ આરોપ લગાવીને એક ટ્વિટ કરી હતી કે, જેમાં જાતિવાદના નામે આનંદીબેને હોમાયા અને પ્રાંતવાદનો પલીતો ચાંખીને રાજીનામું લેવા શું કામ ષડયંત્ર રચાયું તેવો સવાલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઢુંઢરની ઘટના બાદ ભાજપ- કોંગ્રેસે એકબીજા પર આરોપ લગાવ્યા હતા.

ગાંધી આશ્રમ ખાતે બાપૂને પ્રણામ કરી ભાઈચારો વધારવા અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ


અલ્પેશ ઠાકોર પર સીધા આરોપ લાગ્યા હતા


કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના પર પરપ્રાંતીયો પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. અલ્પેશ ઠાકોરે જેને લઈને એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા હતા.


અલ્પેશ ઠાકોરના ઉપવાસસ્થળે આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે


અલ્પેશના ઉપવાસસ્થળે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. સત્તાપરિવર્તનની આશંકા વ્યક્ત કરી પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, ભાજપ દ્વારા વિજય રૂપાણીને હટાવવાનું આ કાવતરું છે. પરપ્રાંતીયો પર હુમલો કરીને રૂપાણી સરકારને હટાવવાની આ ચાલનો સરકાર જવાબ આપે. પાટીદારો પર દંડા વરસાવીને આનંદીબહેનને દૂર કર્યા હતા.X
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યાઅલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા
અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો સાથે ભાઈચારો કરવા એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા હતાઅલ્પેશ ઠાકોરે પરપ્રાંતીયો સાથે ભાઈચારો કરવા એક દિવસના સદભાવના ઉપવાસ કર્યા હતા
અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં અમિત ચાવડા સહિતના કોંગીઓ હાજર રહ્યા હતાઅલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં અમિત ચાવડા સહિતના કોંગીઓ હાજર રહ્યા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી