તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૃહ માટે ગૃહકાર્ય, નવ નિયુક્ત ધારાસભ્યો ભણી રહ્યા છે વિધાનસભાનાં પાઠ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર : ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારી કરી જનમત હાંસલ કરીને પહેલીવાર ધારાસભ્ય બનનારા વિધાનસભા ગૃહના નવા સભ્યો ગૃહ માટે હાલ ગૃહકાર્ય કરી રહ્યાં છે. ખાસ કરીને ગૃહના નિયમોને ધ્યાનમાં રાખીને કેવી રીતે પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો અને શું ધ્યાન રાખવું તે અંગે નવા ધારાસભ્યો તૈયારીઓ કરી રહ્યાં છે. વિધાનસભામાં  આવનારા નવા સભ્યો માટે તાલિમ કાર્યક્રમો યોજાતા હોય છે પરંતુ પોતાની રીતે પણ તૈયાર રહેવા માટે નવા ધારાસભ્યોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ

 

આ વખતે જનતાએ ખરો મેન્ડેટ કોંગ્રેસને આપ્યો છે, ભાજપ સરકારને પ્રજાના પ્રશ્નોને લઈને કઈ રીતે ગૃહમાં ઘેરી શકાય તે અંગેની તૈયારીઓ કરી રહ્યો છું.

 

જિજ્ઞેશ મેવાણી, અપક્ષ

 

સરકાર મને ટાર્ગેટ બનાવશે તેથી હું તેને કાઉન્ટર કરવાની તૈયારી કરું છું. રાજકીય વિશ્લેષકો પાસેથી ગૃહમાં કેવા સવાલ પૂછી શકાય અને તેની માહિતી મેળવી રહ્યો છું.

 

આગળની સ્લાઇડ્સમાં જાણો બીજા ધારાસભ્યો કેવી છે તૈયારી

અન્ય સમાચારો પણ છે...