Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Municipal Corporation Buy 2 Toying Vans For Take The Vehicles

હાઇકોર્ટના પરચાની અસર: આડેધડ પાર્ક કરેલા વાહનો ઉઠાવી લેવા મનપાનો 2 ટોઇંગવાન ખરીદવા નિર્ણય

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 12:55 AM

મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને આદેશ ફરમાવ્યા બાદ ગાંધીનગરમાં તંત્ર હરકતમાં આવ્યું

  • Municipal Corporation Buy 2 Toying Vans For Take The Vehicles
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ગાંધીનગર: હાઇકોર્ટ દ્વારા દબાણ અને પાર્કિંગના મુદ્દે સરકારી તંત્રને આડેહાથ લીધાની સાથે અમદાવાદમાં પોલીસ અને મહાપાલિકાએ જે સપાટો બોલાવ્યો તથા મુખ્યમંત્રીએ વિશેષ બેઠક બોલાવીને તમામ મ્યુનિસિપલ કમિશનર તથા અર્બન ઓથોરિટીને આ દિશામાં કાયદેસર કરવા કહ્યા પછી તેની અસર ગાંધીનગરમાં પણ આવી છે અને મહાપાલિકા તથા પોલીસ દ્વારા આવતા દિવસોમાં સપાટો બોલાવવાની તૈયારી કરી લેવાઇ છે. એક તરફ દબાણના મુદ્દે મહાપાલિકાએ 90 એકમને નોટિસ ફટકારીછે. બીજી બાજુ આડેધડ થતા વાહન પાર્કિંગ નિવારવા માટે કરવાની પોલીસ કાર્યવાહી સંબંધે તાત્કાલિક અસરથી ક્રેઇન સાથેની 3 ટોઇંગવાન ભાડે લઇને પોલીસને આપવા મહાપાલિકાએ નિર્ણય લીધો છે. તેની સાથે જ 2 ટોઇંગવાન નવી ખરીદી જ લેવાનો નિર્ણય ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો હતો.

    કલોલ, દહેગામ, માણસામાં પણ કાર્યવાહીની તૈયારી

    દરમિયાન લારી ગલ્લાના સ્થાને મોડીફાઇડ વાહનો મુકવામાં આવતા પોલીસ અને દબાણ ટીમે આવા 90 ફોર અને થ્રી વ્હિલ વાહન ઓળખી કાઢ્યા છે. હવે તેની સામે આરટીઓના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવનાર છે. બે દિવસ પહેલા કલેક્ટર દ્વારા તમામ સ્થાનિક તંત્રના અધિકારીઓની વિશેષ બેઠક આ મુદ્દે બોલાવી હતી. તેમાં જિલ્લા તંત્ર, મહાપાલિકા, ફાયર બ્રિગેડ, વન વિભાગ, ગુડા, પાટનગર યોજના વિભાગ સહિતના અધિકારી ઉપસ્થિતિ રહ્યા હતા અને તમામ શહેરી વિસ્તારોમાં મતલબ કે ગાંધીનગર ઉપરાંત કલોલ, દહેગામ અને માણસામાં પણ દબાણ અને પાર્કિંગ મુદ્દે કાર્યવાહી કરવા નિર્ણય લેવા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

    માર્ગ પર પાર્ક વાહનો ટોંઇગની કાર્યવાહીથી નાગરીકોમાં ફફડાટ

    શહેરનાં રહેણાંક વિસ્તારોમાં દવાખાનાથી માંડીને ટ્યુશન કલાસીસ, મેડીકલો, દુધ પાર્લરો સહિતની કોમર્શીયલ પ્રવૃતિઓ જાહેર માર્ગોની આસપાસ ચાલી રહી છે. આવી જગ્યાઓ પર બેફામ વાહન પાર્કિંગ થાય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા તથા અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે ગુરૂવારે સેકટર 6નાં કોર્નર પર અચાનક વાહનોનું ટોઇંગ શરૂ કરતા વાહન ચાલકોમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસ દ્રારા શહેરનાં તમામ વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવશે.

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, દબાણ હટાવવા સ્થાયી સમિતિની લીલીઝંડી....

  • Municipal Corporation Buy 2 Toying Vans For Take The Vehicles
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    દબાણ હટાવવા સ્થાયી સમિતિની લીલીઝંડી

     

    શુક્રવારે કલેક્ટરે બોલાવેલી સંકલનની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગેરકાયદે બાંધકામ સહિતના દબાણ હટાવવાની ઝુંબેશને વધુ સંગીન બનાવાશે. સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું કે આ કાર્યવાહીમાં મહાપાલિકાની જે ભૂમિકા નક્કી કરાઇ છે, તે પ્રમાણે કાર્યવાહી કરાશે અને પાર્કિંગની સમસ્યા નિવારવા માટે વાહનો ઉઠાવવા રૂપિયા 3 ટોઇંગવાન રૂપિયા 11, 400ના પ્રતિદિનના ભાડાથી 10 દિવસ માટે મેળવી લેવાશે. 

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, ઢોર નિયંત્રણ માટે બીજુ પાંજરાવાન ખરીદાશે....

  • Municipal Corporation Buy 2 Toying Vans For Take The Vehicles
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ઢોર નિયંત્રણ માટે બીજુ પાંજરાવાન ખરીદાશે

     

    સ્થાયી સમિતિની બેઠકમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની સમિક્ષાના અંતે ઢોર નિયંત્રણની કામગીરી કરવામાં પીંજરાવાળુ વાહન એક જ હોવાથી કામગીરી ધીમી ચાલતી હોવાની વાતનો સ્વીકાર સાથે વધુ એક પીંજરાવાન ખરીદવાનો ઠરાવ કરાયો.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, પહેલુ સાચવી ન શક્યા, બીજુ ટ્રી ટ્રીમિંગ મશીન વસાવાશે....

  • Municipal Corporation Buy 2 Toying Vans For Take The Vehicles

    પહેલુ સાચવી ન શક્યા, બીજુ ટ્રી ટ્રીમિંગ મશીન વસાવાશે

     

    શહેરમાં હરિયાળી જળવાઇ રહે તે જરૂરી છે. પરંતુ સુકાઇ ગયેલા વૃક્ષો દુર કરવા અને રોડ પર યોગ્ય વિઝન મળે તેના માટે વૃક્ષોના ટ્રીમિંગ કરવા માટે અગાઉ વસાવવામાં આવેલુ ટ્રી ટ્રીમિંગ મશીન હવે ડચકા ખાતું હોવાથી નવુ મશીન ખરીદાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ