બસોમાં આગચંપી-તોડફોડમાં માણસા-કલોલમાં અનેક ફરિયાદો નોંધાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસા, ગાંધીનગર :  ફિલ્મ પદ્માવતના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની બાલવા ચોકડી તથા માણસાની રંગરોયલ હોટેલ પાસે મોડી રાત્રે બસ સળગાવવાનાં બનાવો સામે આવ્યા હતા.જ્યારે ધણપ પાટિયે પણ બસો અટકાવવામાં આવી હતી. ત્યારે માણસા તથા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ટોળાં સામે સરકારી મિલકતને નુકસાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

ઠેર ઠેર માર્ગ બ્લોક કરીને ટાયરો પણ સળગાવાયાં

 

 પદ્માવતની રીલીઝ વિરૂધ્ધનાં પ્રદર્શનોમાં ગાંધીનગર જિલ્લો પણ પ્રભાવીત રહ્યો છે. માણસાનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર શનિવારે રાત્રે 10.30 વાગ્યાનાં અરસામાં મહુડી હાઇ-વે પર ધોકા તથા લોખંડની પાઇપો સાથે આવેલા 100થી વધુ લોકોનાં ટોળાએ એસટી બસ નં જીજે 18 વાય 9375ને રોકાવીને મુસાફરોને ઉતારીને આગ ચાંપી દીધી હતી. ફાયર બ્રિગેડ પહોચે તે પહેલા બસ બળીને ખાખ થઇ ગઇ હતી. પોલીસ દોડી ગઇ હતી. પરંતુ ત્યાં સુધીમાં ટોળુ ગાયબ થઇ ગયુ હતુ. જયારે સાંજનાં સુમારે આજોલ પાસેબસ નં જીજે 18 ઝેડ 0247ને અટકાવીને 20થી 25 લોકોનું ટોળુ આગ ચાંપીને ફરાર થઇ ગયા હતા.

 

ફાયર બ્રિગેડને જાણ થતા એસઆઇ હીતેન્દ્રસિંહનો સ્ટાફ તાત્કાલીક પહોચી ગયો હતો અને આગને ઓલવી હતી. ગ્રામજનોએ પણ મદદ કરી હતી. આ બંને બસોમાં આશરે રૂ. 10 લાખનુ નુકશાન થયુ છે.ત્યારે માણસા પોલીસ દ્વારા બંને બનાવમાં ટોળા સામે સરકારી મિલ્કતને નુકશાનની ફરીયાદ નોંધવામાં આવી છે. જયારે બાલવા ચોકડી પાસે એક બસ સળગાવવા તથા બીજીમાં તોડફોડનાં બનાવમાં કલોલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બસ ડ્રાઇવરની ફરીયાદ લેવામાં આવી છે.

 

જેમાં સરકારી મિલ્કતને નુકશાનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ઉપરાંત હિંમતનગર હાઇ-વે પર ધણપ પાટીયે પણ બસ અટકાવવામાં આવી હતી. પરંતુ મુસાફરોની વિનંતીથી જવા દીધી હતી. જયારે માર્ગ  બ્લોક કરવા ટાયરો સળગાવાયા હતા. માણસામાં પણ ડીડી પેટ્રોલપંપ પાસે ટાયરો સળગાવાય હતા. ત્યારે પોલીસે આ શખ્સોને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવીને કામે લગાડવામાં આવી છે.  

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...