જ્વેલર્સનાં પત્નીનો લીઝનો હિસ્સો પડાવી માર માર્યો

ઉચ્ચકક્ષાએ રાવ બાદ આખરે પૂર્વ ડીવાયએસપી તથા લીઝધારક સામે ફરિયાદ નોંધવામાં આવી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 12:55 AM
Jewelers wife was beaten by Grab Share of lease

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં ગુનાખોરીનાં વધતા બનાવોમાં પૈસાની લેતી-દેતી તથા મારામારીનાં ગુનાઓ સતત વધી રહ્યા છે. ત્યારે થાનગઠમાં આવેલી લીઝમાં ભાગીદારીમાં વિવાદ બાદ પત્નિનાં ભાગનાં નિકળતા પૈસા લેવા આવેલા જ્વેલર્સ તથા તેમનાં પુત્ર સાથે ગાંધીનગરનાં શખ્સે ગાળાગાળી કરીને પુત્ર પર હુમલો કર્યા હતો. વર્ષોથી ચાલતા પૈસાનાં આ વિવાદમાં અન્ય પોલીસ સ્ટેશનમાં પણ ફરીયાદો થયેલી છે. ત્યારે જ્વેલર્સ દ્વારા ગાંધીગનરનાં તથા વડોદરાનાં શખ્સ સામે સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.


ગાંધીનગર સેકટર 4ડીમાં રહેતા અને અમદાવાદ રતનપોળ વિસ્તારમાં શ્રીજી જ્વેલર્સ નામે જ્વેલરીની દુકાન ધરાવતા ચેતનભાઇ ભોગીલાલ ઝીંઝુવાડીયા (સોની) મુળ ધંધુકાનાં ધોલેરાનાં વતની છે. ચેતનભાઇ દ્વારા ગાંધીનગરનાં ખ માર્ગ પર સૌદર્ય 444માં એફ-101 ખાતે રહેતા ગણપત અંબાલાલ પટેલ તથા વડોદરા શક્તિધામ સોસાયટી, દિવાળીપુરા ખાતે રહેતા રીટાયર્ડ ડીવાએસપી કિશોરસિંહ બહાદુરસિંહ જાડેજા સામે આઇપીસી 232, 504, 506(2) તથા 114 હેઠળ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

ચેતનભાઇની ફરીયાદ પ્રમાણે તા 19મી ઓક્ટોબર 2017નાં રોજ તેઓને લેવાનાં નિકળતા રૂ.2 કરોડથી વધુની રકમની ઉઘરાણી માટે ગણપતભાઇનાં ઘરે પુત્ર કુશાન સાથે આવ્યા હતા. ત્યારે ગણપત પટેલે કુશાન પર હુમલો કર્યો હતો. બંને સાથે ગાળાગાળી કરીને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ગટરનો પથ્થર ઉપાડીને ગણપત હુમલો કરવા જતા આસપાસથી લોકોએ દોડી આવીને ચેતનભાઇ તથા કુશાનને બચાવી લીધા હતા. ફરીયાદમાં ચેતનભાઇએ નોંધાવ્યુ છે કે ગણપત પટેલે કે બી જાડેજાનાં કહેવાથી તેમનાં પરીવાર સાથે ગાળાગાળી કરી હતી અને હવે લીઝ બાબતે ફરીયાદ કરશો તો હાથપગ ભાંગી નાંખીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

મારી પત્નીનો હિસ્સો હતો, ચોરીનો દંડ થયો તેની અદાવત

ચેતનભાઇનાં જણાવ્યાનુંસાર ગણપત પટેલની લીઝ ચાલતી તેમાં તેમનાં પત્નિ નેહાબેનનો હિસ્સો ચાલતો હતો. આ શખ્સોએ નેહાબેનનો હિસ્સો પડાવી લીધો હતો. ત્યાર બાદ કે બી જાડેજાને લીઝમાંથી ખનીજ ચોરી બાબતે દંડ થયો હતો. જેની અદાવત રાખીને ગણપત પટેલે ઉશ્કેરાઇ જઇને ચેતનભાઇની વિરૂધ્ધ ખોટી ફરીયાદ પણ કરાવેલી.

જે તે સમયે પણ પોલીસને અરજી કરી હતી, ગણકારી નહી


ચેતનભાઇએ જે તે સમયે પણ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પરંતુ પૈસાની સિવિલ મેટર હોવાનું જણાવીને પીઆઇએ ગણકારી નહોતી. જો કે આ સમગ્ર પ્રકરણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યુ છે. થાનગઢ પોલીસ સ્ટેશનમાં પણ આ લીઝ બાબતની બબાલ અંગે ફરીયાદો થયેલી છે. કોર્ટમાં પણ મેટર ચાલુ છે.

X
Jewelers wife was beaten by Grab Share of lease
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App