હું એક ફૂંક મારું તો પણ પરેશ ધાનાણી ખતમ થઈ જાય: કુંવરજી બાવળિયા

આખો સમાજ ભાજપમાં જોડાયાનો બાવળિયાને ભ્રમ: પૂજા વંશ

DivyaBhaskar.com | Updated - Jul 12, 2018, 07:47 AM
If I Blow On Paresha Dhanani Then He Would Die- Bavlia

ગાંધીનગર: કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા કોંગ્રેસે કોળી સમાજના ધારાસભ્યો સહિત 30 જેટલા પસંદગીના આગેવાનોની એક બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બુધવારે બપોરે બોલાવી હતી. આ બેઠકમાં કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાતા સૌરાષ્ટ્રનો આખો કોળી સમાજ ભાજપમાં જોડાઇ ગયો છે તેવો ભાજપ દ્વારા થતો પ્રચાર એક ભ્રમ છે તેમ ધારાસભ્ય પૂજા વંશે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પછી 500 જેટલા કોળી સમાજના આગેવાનોનું એક સંમેલન મળશે.

હું ફૂંક મારું તો પણ ધાનાણી.....

દરમિયાનમાં હું અમરેલીમાં ફૂંક મારું તો પણ પરેશ ધાનાણીનો ખેલ ખતમ થઇ જાય તેવી પ્રતિક્રિયા મંત્રી કુંવરજી બાવળિયાએ આપી હતી. કોળી સમાજના કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશના નેતૃત્વમાં કોળી સમાજના આગેવાનોની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં પૂજા વંશે કહ્યું હતું કે બાવળિયાના જવાથી જવાથી સૌરાષ્ટ્રનો આખો કોળી સમાજ ભાજપમાં જોડાયો નથી.

X
If I Blow On Paresha Dhanani Then He Would Die- Bavlia
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App