હાર્દિકના 3 મુદ્દાને લઈને નરેશ પટેલ ગાંધીનગર નહીં જાય, પાટીદાર સંસ્થાઓ સાથે કરશે મંથન

મુખ્યમંત્રી રૂપાણી 2 દિવસ માટે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા જતાં મુલાકાત મુલતવી રાખવામાં આવી

DivyaBhaskar.com | Updated - Sep 08, 2018, 05:27 PM
hardiks 3 demand naresh patel not goes gandhinagar but talk to patidar organization

ગાંધીનગર: ખોડલધામના નરેશ પટેલ આજે ગાંધીનગર નહીં જાય તેવું બહાર આવ્યું છે. હાર્દિક પટેલ જે 3 મુદ્દા લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના દૂત બનીને નરેશ પટેલ સરકાર સાથે ચર્ચા કરતાં પહેલા સામાજિક અગ્રણીઓ સાથે નરેશ પટેલ હજુ ફરી બેઠક કરશે. નરેશ પટેલ સરકાર પહેલા સામાજિક અગ્રણીઓ સાથે મંથન કરશે. જેને લઈને સરકાર અને પાટીદાર અગ્રણીઓની આજે બેઠકમાં નહીં થઈ શકે.

ગઇકાલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજ્યના મુખ્યપ્રધાન સાથે હાર્દિક પટેલના ઉપવાસ અંગે ચર્ચા કરવાના હતા.પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજથી 2 દિવસ માટે દિલ્હી ખાતે યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે ગયા હોવાથી આ મુલાકાત હાલના તબક્કે મુલતવી રાખવામાં આવી હતી.

નરેશ પટેલે કહ્યું કે, હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારો એ પ્રથમ પ્રાથમિકતા છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીની મુલાકાતે છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાપાનના પ્રવાસે છે.

ગઈકાલે નરેશ પટેલે હાર્દિક અને પાસના આગેવાનો સાથે બેઠક કરી હતી અને હાર્દિકને સારવાર લેવા માટે સલાહ આપી હતી. અંતે હાર્દિકે નરેશ પટેલની વાત માની હાલ પહેલા સોલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં SGVP હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તે હાલમાં સારવાર લઈ રહ્યો છે.

હાર્દિકને સોલા સિવિલમાં દાખલ કરાયો હતો પરંતુ ત્યાંથી તેણે ખાનગી હોસ્પિટલમાં જવાની માગણી કરતા તેને SGVP હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. હાલ હાર્દિકની તબિયત સ્થિર છે.

ઉલ્લેખનીય છે કે,અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને હાર્દિક પટેલના હોસ્પિટલમાં પણ ઉપવાસ યથાવત્ છે. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 15મો દિવસ છે.

hardiks 3 demand naresh patel not goes gandhinagar but talk to patidar organization
hardiks 3 demand naresh patel not goes gandhinagar but talk to patidar organization
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App