ગુજરાતમાં વરસાદની સ્થિતિ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્રશ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘાની મહેર વરસી રહી છે. તો વરસાદને પગલે 6 જિલ્લાના 197 માર્ગો પ્રભાવિત થયાં હતાં અને બંધ કરાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. મૂષળધાર વરસાદને પગલે ક્યાંક પ્રોક્ટેક્શન વોલ તૂટી પડી છે તો ક્યાંક પાણીના પ્રવાહના પગલે ફ્લેટ ખાલી કરાવવા પડ્યા છે. વરસાદી માહોલની ગુજરાતની સ્થિતિ દર્શાવતી તસવીરો અહીં આપવામાં આવી રહી છે. 

 


વરસાદની અસરથી શું થયા હાલ


સુરતમાં  છેલ્લા 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ 
સુરતમાં વરાછા રેલવે ગરનાળામાં એક ટેમ્પો રીક્ષા ફસાઈ, ભારે જહેમતે બહાર કાઢવામાં આવી 
તાપીના ડોલવણમાં દેમાર રીતે 10 ઈંચ વરસાદ પડ્યો
વાપીથી શામળાજી જતો નેશનલ હાઇવે નંબર 56 પર મલોઠા ગામ પાસેનો એપ્રોચ ધરાશાયી થયો
વલસાડ નદીઓ બે કાંઠે વહેતી થઈ
વલસાડના તિથલ રોડ પર આવેલી ગટર લાઈન ધસી પડી,  નજીકના એપાર્ટમેન્ટને ખાલી કરાવવામાં આવ્યું
નવસારી- અંબિકા નદીની જળસપાટી વધી, સ્કૂલોમાં રજા 

વડોદરા માં સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર અસર પડી 
ઉનાના દરિયાકાંઠાના ગામડાઓમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ
ઉનાના પાલડી ગામમાં 6 ઇંચ વરસાદથી ગામને પાણીએ બાનમાં લીધું 
દરિયાકાંઠાના ગામડાઓ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યા 
જૂનાગઢમાં બે કલાકમાં 1 ઇંચ વરસાદ
રાજકોટના શાપર વેરાવળ,ગોંડલ તાલુકાના રિબડા સહિતના વિસ્તારોમાં 2થી લઈ 2.5 ઇંચ વરસાદ 

 

વરસાદ સંબંધિત અન્ય સમાચારો વાંચવા નીચેની લિંક ક્લિક કરો

દક્ષિણ ગુજરાતમાં ભારે વર્ષાઃ નદીઓમાં ઘોડાપૂર, 195 જેટલા રસ્તાઓ બંધ

રાજકોટ પંથકમા બે ઇંચ, અમરેલીમાં ધોધમાર, સૌરાષ્ટ્રમાં મેઘરજા વરસી પડ્યા

છોટાઉદેપુરઃ ભારે વરસાદથી ઢાઢર નદી બે કાંઠે, કંટેશ્વર ગામ સંપર્ક વિહોણુ બન્યું

વલસાડઃ તિથલ રોડ પર ગટર લાઈન ધસી પડી, અપાર્ટમેન્ટ કરાવાયું ખાલી

બંગાળની ખાડીમાં લોપ્રેશરથી રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદ થશે

દક્ષિણ ગુજરાતમાં ભારે વર્ષાઃ નદીઓમાં ઘોડાપૂર, 195 જેટલા રસ્તાઓ બંધ

ઉના: 4 કલાકમાં 6 ઇંચ વરસાદ, હાઇ ટાઇડના કારણે ઘરોમાં ઘૂસ્યા પાણી


વરસાદને પગલે બંધ થયેલા વિવિધ જિલ્લાના માર્ગો


ડાંગ જિલ્લામાં સ્ટેટ હાઈવે 2, પંચાયતના 17 મળી કુલ 19
વલસાડમાં બે અન્ય માર્ગ 2 અને પંચાયતના 19 મળી 21 માર્ગો બંધ
નર્મદામાં પંચાયતનો એક માર્ગ બંધ
સુરતમાં પંચાયતના 26 માર્ગો બંધ
તાપીમાં 3 અન્ય માર્ગો, પંચાયતના 48 અને એક નેશનલ હાઈવે મળી 52 માર્ગો બંધ
નવસારીમાં એક સ્ટેટ હાઈવે, 4 અન્ય માર્ગો, 72 માર્ગ પંચાયતના કુલ મળી 77 માર્ગો બંધ
ખેડા જિલ્લામાં પંચાયતનો એક માર્ગ બંધ

 

જુઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોના વરસાદની અન્ય તસવીરો..