તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં પરપ્રાંતિયો પર હુમલા, કડક કાર્યવાહી થશે: DGP શિવાનંદ ઝા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: સાબરકાંઠાના ઢુંઢરમાં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ ઠેરઠેર પરપ્રાંતિયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે હુમલાની ઘટનાને સાંખી લેવામાં નહીં આવે.  આવું કૃત્ય કરનારને કડક હાથે ડામી દેવામાં આવશે. રાજ્યમાં કેટલીક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલા કરવામાં આવ્યા છે. મહેસાણા,  ગાંધીનગર અને  સાબરકાંઠામાં હુમલાના બનાવ બન્યા છે.


ગાંધીનગર રેન્જમાં હુમલાના 20 બનાવ


ગઈકાલે મહેસાણા અને બનાસકાંઠામાં પરપ્રાંતિયોને નિશાન બનાવાતા પોલીસ હરકતમાં આવી છે. ગાંધીનગર રેન્જ દ્વારા ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં હુમલાની ઘટનાને ટાળવા માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહેસાણા ખાતે એસઆરપીની 3 કંપની તહેનાત રખાઈ છે. જ્યારે મહેસાણા અને સાબરકાંઠાની બે કંપનીને બોલાવાઈ છે. 3 ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. ગાંધીનગર રેન્જમાં પરપ્રાંતિયો પર હુમલાની 20 ઘટનાઓ બની હોવાનું ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા જણાવાયું છે સાથે જ 150 આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાની તેમણે ઉમેર્યું છે. 


આઈબી સતર્ક કરાઈ,  સોશિયલ મીડિયા પર વોચ


પરપ્રાતિયો પર થઈ  રહેલા હુમલાની ઘટનાને ડામવા માટે રાજ્ય સરકાર હરકતમાં આવીને આઈબીને સતર્ક કરી દીધું હતું. આઈબી સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવીને ખોટી ઘટનાને અંજામ ન આપવામાં આવે તે માટે કમર કસી છે.