તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MPમાં ચૂંટણી જીતવા ગીરના 23 સિંહોના બલિદાન લેવાયાઃ પરેશ ધાનાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરઃ ગીરના જંગલમાં દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત મામલે આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર મોટો આક્ષેપ લગાવ્યો હતો. ધાનાણીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે. ધાનાણીના સનસનીખેજ આરોપથી રાજકારણ ગરમાયું છે.


પરેશ ધાનાણીએ સિંહોના મોત મામલે કહ્યું હતું કે, મારું માનવું છે કે સિંહોના ભોજનમાં ઝેર ભેળવવામાં આવ્યું હોઈ શકે છે. સિંહોનાં મોત એ એક ષડયંત્ર છે. આ અંગે રૂપાણી સરકારે જવાબ આપવો જોઈએ.