તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં પ્રથમવાર આ પ્રકારની કામગીરીમાં કૃષિ વિભાગે પોલીસ રક્ષણ માંગ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેતરમાં પાક કાપણી અખતરાના પ્રત્યક્ષ નિરિક્ષણની કામગીરી દરમિયાન પોલીસ રક્ષણ પુરૂ પાડવા કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે ડીજીપીને પત્ર લખ્યો છે. રાજ્યમાં કેનાલમાંથી પાણીની ચોરી અટકાવવા સિંચાઇ વિભાગ દ્વારા પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યા બાદ હવે ખેતરોમાં પણ પોલીસનો પહેરો માંગવામાં આવ્યો છે. 


પાક વીમાના દાવાઓની ગણતરી માટે પાક કાપણી અખતરા આધારિત હેક્ટરદીઠ ઉપજનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પાક વીમા યોજના હેઠળ આવરી લેવાયેલા તમામ પાકોના કાપણી અખતરાનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાના વિવિધ પાકના જાહેર થયેલા વિસ્તારોમાં મોટાભાગના અખતરાનું પ્રત્યક્ષ નિરિક્ષણની કામગીરી ખેતીવાડી ખાતાના અધિકારીઓ, જિલ્લા આંકડા અધિકારી તથા તાલુકા પંચાયતના અધિકારી દ્વારા કરવામાં આવે છે.


કૃષિ સચિવ સંજય પ્રસાદે ડીજીપીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાક કાપણી અખતરાની કામગીરી વખતે હિત ધરાવતા વ્યક્તિઓ દ્વારા  કામગીરીમાં ખલેલ પહોંચાડવાની અથવા બિન જરૂરી દબાણ લાવવાની કોશીષ થવાની શક્યતા રહે છે. જેથી અખતરા સમયે યોગ્ય પોલીસ બંદોબસ્તની જરૂર છે. જેથી કર્મચારીઓ કામગીરી અસરકારકરીતે કરી શકશે તેમજ પરિણામોની ચોક્કસાઇ પણ જળવાઇ રહેશે. 


ખેડૂત આગેવાન અને આંદોલનકારી સાગર રબારી મૂજબ આ નિર્ણય વિમા કંપનીની તરફેણમાં અને ખેડૂતોને ડરાવવા માટેનો છે. કારણકે જો ખેડૂતોને પોતાના પાકની નિષ્ફળતાનું વળતર વિમા પેટે મેળવવું  હોય તો કંપનીના અધિકારીઓ હજારો રુપિયા માગે છે. જેને કારણે ખેડૂતોને દાઝ્યા ઉપર ડામ લાગે તેવી સ્થિતિ ઉભી થાય છે.