ન્યાયની માંગ / ગાંધીનગર: ઢુંઢરની પીડિત બાળકી અને પરિવારજનોને લઈને લોકો સચિવાલયના ગેટમાં ઘૂસી ગયા

DivyaBhaskar.com | Updated - Feb 14, 2019, 11:27 AM
પોલીસ સાથે ઝપાઝપી
પોલીસ સાથે ઝપાઝપી

  • બે કલાકે પણ CM ન મળતા ધીરજ ખૂટી
  • પોલીસ સાથે ઝપાઝપી થતા 25થી વધુની અટકાયત

ગાંધીનગર: બે કલાક સુધી રાહ જોવા છતાં સીએમ ન મળતા ઢુંઢર પીડિત બાળકીના માતા-પિતા, ભાજપના કાર્યકર ચેતન ઠાકોર અને ઠાકોર સેનાના સભ્યોની ધીરજ ખુટી હતી. જેને પગલે તમામ લોકો ગેટની અંદર ઘૂસી ગયા હતા. જેને પગલે દોડી આવેલી પોલીસે પીડિતાના પરિવાર સહિત 25થી વધુ લોકોની અટકાયત કરી હતી.

પીડિત પરિવાર ન્યાય માટે ગાંધીનગરમાં: હિંમતનગર પાસેના ઢુંઢરમાં સપ્ટેમ્બર-2018માં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મના કેસનામાં ન્યાયની માંગ સાથે પરિવાર અને લોકો બુધવારે ગાંધીનગર સીએમને મળવા આવ્યા હતા.

15 મિનિટ દોડાદોડી, ઝપાઝપી ચાલી હતી: સીએમ ન મળતા બે કલાકથી બેઠેલા બધા લોકો પાસ કઢાવવા માટે ગેટ પાસેના કાઉન્ટર પર પહોંચી ગયા હતા. એક સાથે 25થી વધુ લોકોને જોતા પાસ કાઢતા કર્મચારી પણ મૂંઝાયા હતા. જોકે, પોલીસે તેમને ત્યાંથી ખસેડવાનો પ્રયાસ કરતાં ઝપાઝપથી બાદ લોકો દોડીને ગેટમાં ઘૂસી ગયા હતા. 15 મિનિટ સુધી દોડાદોડી-ઝપાઝપીનો આ માહોલ રહ્યો હતો. અને તેના કારણે સચિવાલય સામે ભારે તંગદિલી ફેલાઈ જવા પામી હતી. જોકે આ દરમિયાન પોલીસે મામલાને થાળે પાડતા વધુ વિવાદ અટક્યો હતો.

પહેલાં અમને પકડો પછી બીજાને- પરિવારજનો: લોકોને પકડવા માટે બે પીઆઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે પીડિતાના માતા-પિતા સાથે આખો પરિવાર આગળ આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે બીજાને પછી પહેલાં અમને પકડો.

ભાજપના કાર્યકરે કહ્યું, PMની માતાને બાળકી સોંપીશું: પીડિતાના પરિવાર સાથે આવેલા ભાજપના કાર્યકર ચેતન ઠાકોરે કહ્યું હતું કે, 'જો અમારું કોઈ નહીં સાંભળે તો અમે પીએમના માતાજીના ઘરે જઈને બાળકીને સોંપીને તેમને જ કહીશું ન્યાય અપાવો.'

રડતી બાળાને પાણી પીવડાવા વિરામ પડ્યો!: પીડિત બાળકી સાથે જ તેનો પરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયા હતા. પોલીસ અને લોકો વચ્ચેની ચકમક અને ઘર્ષણ વચ્ચે સતત રડતી બાળકી માટે એક મિનીટ સૌ થોભી ગયા હતા. બાળકીને પાણી પીવડાવ્યા બાદ પોલીસે અટકાયતની કામગીરી શરૂ કરી હતી.

આ મામલે રજૂઆત માટે આવેલા પીડિતાના પરિવારજનો તેમજ સાથે આવેલા લોકોને સીએમ નહિ મળતા લોકોએ ભારે ઉહાપોહ કરતા આ મામલો વધુ બીચક્યો હતો. પણ અંતે મામલો થાળે પડી ગયો હતો.

પરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયા
પરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયા
તમામ લોકો ગેટની અંદર ઘૂસી ગયા
તમામ લોકો ગેટની અંદર ઘૂસી ગયા
પોલીસે પીડિતાના પરિવાર સહિત 25થી વધુ લોકોની અટકાયત કરી
પોલીસે પીડિતાના પરિવાર સહિત 25થી વધુ લોકોની અટકાયત કરી
X
પોલીસ સાથે ઝપાઝપીપોલીસ સાથે ઝપાઝપી
પરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયાપરિવાર અને લોકો ગેટમાં ઘૂસી ગયા હતા અને થોડે જ આગળ બેસી ગયા
તમામ લોકો ગેટની અંદર ઘૂસી ગયાતમામ લોકો ગેટની અંદર ઘૂસી ગયા
પોલીસે પીડિતાના પરિવાર સહિત 25થી વધુ લોકોની અટકાયત કરીપોલીસે પીડિતાના પરિવાર સહિત 25થી વધુ લોકોની અટકાયત કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App