દહેગામ રેલવે સ્ટેશન બિલ્ડિંગ તૈયાર, પ્લેટફોર્મ અને ટ્રેકનું કામ પૂરજોશમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દહેગામ: અમદાવાદ ઉદેપુર રેલવે લાઇનને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના પ્રથમ ચરણના કાર્યમાં દહેગામનું વર્ષો જુનુ રેલવે સ્ટેશન તોડી નવુ બનાવાતાં તૈયાર થઇ ચૂક્યુ છે.હવે તંત્ર દ્વારા રેલવે સ્ટેશનની બંને સાઇડોમાં રેલવે પ્લેટફોર્મ બનાવવા તેમજ રેલવે ટ્રેક નાંખવાનું કાર્ય પુરજોશમાં શરૂ કરી દેવાયુ છે.

 

નવા પ્લેટ ફોર્મ બનાવવાની કામગીરીનો આરંભ

 

દહેગામથી ઉદેપુર તરફ જતી વર્ષો જુની રેલવે લાઇનને મિટરગેજ માંથી બ્રોડગેજ કરવાની શરૂઆત અગાઉ દહેગામના રેલવે સ્ટેશનને તોડી નવિન બિલ્ડીંગ બનાવવાનું કાર્ય શરૂ કરાયુ હતુ.જે બિલ્ડીંગ આઠ રૂમ બે પ્રતિક્ષાલય બુકિંગ હોલ,મેનેજર ઓફિસ,સિગ્નલ માટેના રિલે રૂમ સહિત બે માળનું તૈયાર થઇ જતાં હવે વૃંદાવન ઇન્ફા પ્રોજેકટ દ્વારા સ્ટેશની બંને તરફ પાંચસો મીટરના પ્લેટ ફોર્મ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે.ઉપરાંત વર્ષના અંત સુધી રેલવેનું કામ પૂર્ણ કરવાનું હોવાથી બ્રોડગેજના રેલવે ટ્રેક નાંખવાનું કાર્ય પણ પુરજોશમાં છે.


રેલવે ટ્રેક નાંખતા અગાઉ દહેગામ વિસ્તારમાં પાલૈયા પાસે નાંદોલ રોડ, તથા સોલંકી પુરા સુધી રેલવેના માર્ગમાં આવતાં ગરનાળાઓ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. બીજી તરફ રેલવે ટ્રેક નાંખવા માટે રેલવેના રૂટ પર જેસીબી મશીન દ્વારા લેવલિંગ કાર્ય શરૂ કરાયુ છે.અમદાવાદ ઉદેપુર બ્રોડગેજ રેલવે લાઇનનું કામ આ વર્ષના અંત સુધીમાં કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.

 

 

અન્ય સમાચારો પણ છે...