• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશથી કોંગ્રેસને મોટો ફાયદો નથી | Congress Do Not Have Big Advantage With Hardik Patel, Alpesh Thakor, Jignesh

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશથી કોંગ્રેસને મોટો ફાયદો નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચિતમાં જણાવ્યું ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વધેલા જનાધાર પાછળના કારણો અને આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીના માપદંડ વિષે મોકળા મને ચર્ચા કરી છે.

સવાલ: હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશના આંદોલનથી કોંગ્રેસને ફાયદો થયો કે નુકસાન     ?

જવાબ: સીટ વાઈઝ અલગ અલગ સ્થાનિક સમીકરણો કામ કરતા હોય. ઓવરઓલ બધી જગ્યાએ નુકસાન થયું  હોય કે બહુ મોટો ફાયદો થયો હોય એવું નથી. પણ એટલું ચોક્કસ કહું કે, લોકોનો આક્રોશ બહાર આવ્યો તેના કારણે કોંગ્રેસને ચોક્કસ ફાયદો મળ્યો.


સવાલ: શું એવું નથી કે, પ્રજાના સરકાર પ્રત્યેના ગુસ્સાને રોકડો કરવામાં આ 3 આંદોલનકારીઓને ફાળો વધુ હતો. જેનો લાભ કોંગ્રેસને મળ્યો?
જવાબ: કોંગ્રેસની બેઠકો વધી છે તેની પાછળનો શ્રેયતો કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની મહેનત, રાહુલ ગાંધીનું નેતૃત્વ અને પ્રજાનો આક્રોશ જ આપી શકાય. મેં પહેલા કહ્યુંને કે પ્રજાના આક્રોશને આ 3 લોકોના આંદોલને વાચા આપી. પરંતુ ચૂંટણીતો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી. 

 

આગળ વાંચો: વધુ સવાલ....?

અન્ય સમાચારો પણ છે...