વાવોલથી મહિલાનો મૃતદેહ મળવાનાં કેસમાં પ્રેમી સામે દૂષ્પ્રેરણાની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગાંધીનગર પાસેનાં વાવોલ ગામનાં નાના ફાટક પાસેથી ગત તા 27મી જુલાઇની વહેલી સવારે આશાબેન પવાર નામની 32 વર્ષિય મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગળાના ભાગે ફાંસાનું નિશાન જોતા હત્યા થઇ હોવાનું પોલીસને લાગ્યુ હતુ. આ દિશામાં પોલીસે કોલ ડીટેઇલ કઢાવીને તપાસ કરીને આશાબેનનાં પ્રેમીને ઝડપી લીધો હતો. આશાબેને ઘરમાં જ ગળાફાંસો ખાઇ લીધા બાદ ગભરાઇ જઇને મૃતદેહને રાત્રે ત્યાં મુકી આવ્યો હોવાની કબુલાત કરી હતી.

 

મહિલાએ ફાંસો ખાધો હતો, પ્રેમી લાશ ઉતારીને મુકી આવ્યો હતો

 

આ બનાવમાં પ્રેમી સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવવામાં આવી છે. મૃતક મહિલા આશાબેન એકનાથ પવારનાં ગાંધીનગરમાં રહેતા ભાઇ મોહનભાઇ સાલુન્કે દ્વારા નોંધાવવામાં આવેલી ફરીયાદ પ્રમાણે આશાબેનને તેમનાં પતિ એકનાથ સાથે અણબનાવને લઇને 5 વર્ષથી ગાંધીનગર રહેતા હતા. 


સરગાસણ ચોકડી પાસે શુકન વિલા ફ્લેટમાં રહેતા ચંદ્રેશ મેરૂભાઇ પરમાર (સથાવારા) સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. થોડા સમય પહેલા બનેવી એકનાથ મહારાષ્ટ્રથી આવ્યા હતા અને 15 દિવસ બાદ કાયમી ગાંધીનગર આવી જવાનું કહીને સાથે રહેવાનું કહીને ગયા હતા. આશાબેને ત્યારે એકનાથને પૈસા પણ આપ્યા હતા. ગત 26મીએ ચંદ્રેશ પોતાની કાર લઇને આવ્યો હતો અને આશાબેનને સાથે બંને મજુરીએ બહાર જતા હોવાનું કહીને લઇ ગયો હતો.

 

આશાબેનની તપાસ છતાં પતો લાગ્યો નહોતો

 

સાંજે 6 વાગ્યે ચંદ્રેશ આશાબેનની પુછપરછ કરવા આવ્યો હતો. ત્યારે જણાવ્યુ હતુ કે સવારે તો તમારી સાથે નિકળી હતી. તો ચંદ્રેશ 3 વાગ્યા અહિયા ઉતારી ગયો હોવાનું કહીને નિકળી ગયો હતો. આશાબેનની શોધખોળ છતા પતો લાગ્યો નહોતો. બીજા દિવસે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં ખબર પડી હતી કે બંને અલગ ભાડે મકાન રાખીને રહેતા હતા. જયાં આશાબેને ગળાફાંસો ખાઇ લીધો હતો. ફરીયાદમાં નોંધાવ્યા પ્રમાણે આશાબેને પતિને પૈસા આપ્યા હતા તે ચંદ્રેશને ગમતુ ન હોવાથી માનસીક ત્રાસ આપતો હતો. જેના કારણે આશાબેને આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...