તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • જળ અભિયાન માટે ભાજપના તમામ ધારાસભ્યો 11 હજારનો ફાળો આપશે | All The BJP Legislators Will Contribute 11 Thousand For The Water Campaign

જળ અભિયાન માટે ભાજપના તમામ ધારાસભ્યો 11 હજારનો ફાળો આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13 હજારથી વધારે તળાવો અને જળાશયો ઉંડા કરવા અને 33 નદીઓને રિચાર્જ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. સરકારના આ અભિયાનને સફળ બનાવવા માટે ભાજપના તમામ ધારાસભ્યો 11-11 હજારનો ફાળો આપશે તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. 

 

13 હજારથી વધુ તળાવો, 33 નદીને રિચાર્જ કરવાનું કામ હાથ ધરાયું છે

 

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા ભાજપ સંગઠન વતી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા 1લી મેથી 31 મે 2018 સુધી આખો એક મહિનો રાજ્યભરમાં ભાજપ સરકાર દ્વારા જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તમામ નાગરિકોને સરકારના જળ અભિયાનમાં જોડાઈ જવા માટે અપીલ કરી હતી. 


ભાજપ હાઈકમાન્ડ દ્વારા જળ અભિયાન થકી લોકોની વચ્ચે જઈને સરકારના મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ આગામી લોકસભાની ચૂંટણી માટેનું પ્લેટફોર્મ ઊભું કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સતત પ્રજાની વચ્ચે રહીને નેતાઓએ લોકોમાં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધારી તેને વોટબેંકમાં પરિવર્તિત કરવાની રણનીતિ ઘઢી કાઢવામાં આવી છે. તેથી જ રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનમાં લોકભાગીદારીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

 

‘ધાનાણી બોરીબંધ શું છે તેનો અભ્યાસ કરે’

 

બોરીબંધને લઈને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકારની ટીકા કરી હતી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં. ત્યારે રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ મુદ્દે વળતો જવાબ આપવામાં આવ્યો હતો. નીતિન પટેલે જણાવ્યું હતું કે, પરેશ ધાનાણી પોતે ખેડૂત અને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા હોવાનું કહે છે, પણ બોરીબંધ શું છે તે જ તેમને ખબર નથી. તેથી ખોટી ટીકા કરવાને બદલે પરેશ ધાનાણીએ પહેલાં બોરીબંધ શું છે તે અંગે અભ્યાસ કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...