સરકારના 3 નિર્ણય: 6850 આચાર્યો અને શિક્ષણ સહાયકની ભરતી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: રાજયના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુકત શિક્ષણ પુરુ પાડવા માટે સરકારે 6850 આચાર્યો, માધ્યમિક મદદનીશ શિક્ષણ સહાયક અને ઉચ્ચત્તર માધ્યમિક મદદનીશ સહાયકની ભરતી કરવાની નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બિનસરકારી ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વિવિધ કેડરની 6850 જગ્યાઓ પુન:જીવીત કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

 

1566 આચાર્ય, 2915 માધ્યમિક, 2369 ઉચ્ચત્તર શિક્ષણ સહાયકની જગ્યા ભરાશે

 

રાજયની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સાતમાં પગાર પંચના લાભ આપવા માટે ખાલી જગ્યાઓ રદ કરવાની શરતે સાતમા પગાર પંચનો લાભ સરકારે આપ્યો હતો. પણ, શિક્ષણમાં જગ્યા ખાલી પડતા આચાર્યોની 1566, માધ્યમિક મદદનીશ શિક્ષક (શિક્ષણ સહાયક)ની 2915, ઉચ્ચત્તર માધ્યમિક મદદનીશ શિક્ષક(શિક્ષણ સહાયક)ની 2369 મળી કુલ 6850 જગ્યાઓ પુન:જીવિત કરાશે.

 

ઇંટ ને ઢેફા ભરીને મગફળી સાથે પધરાવી દેવાતા 116 ખરીદી કેન્દ્રો બંધ કરાયા

 

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના 116 ખરીદી કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ કેન્દ્રો પર મગફળીના બારદાનમાં ઇંટ, માટીનાં ઢેફા, પથ્થરો, કપચી જેવા ભારે પદાર્થો ભરીને વજન વધારવાની ગેરરીતિ આચરાતી હોવાને કારણે બંધ કરાયા હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. પટેલે કહ્યું કે, ગેરરીતિઓ અંગે તપાસ શરૂ કરાઈ છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત મગફળીના વેચાણમાં કોઇ તકલીફ ન પડે તે માટે હાલ 137 કેન્દ્રો પર ખરીદી ચાલુ છે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, 4 લાખથી વધુ ખેડૂતોએ લાભ લીધો....

અન્ય સમાચારો પણ છે...