તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિક્સ પગાર સહિત 5 મુદ્દે 11 હજાર તલાટીના ગાંધીનગરમાં ધરણાં, આંદોલનની ચીમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરઃ 5 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે સરકારને વારંવારની રજૂઆત બાદ આખરે 11 હજાર જેટલા તલાટીઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સરકાર 15 દિવસમાં જો તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે તો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.


મહામંડળના પ્રમુખ ભરત આહીરે જણાવ્યું હતું કે, અમારા મુદ્દા મુખ્ય તલાટીઓને વિસ્તરણ અધિકારી પંચાયત, સહકાર આંકડા, નાયબ ચીટનશની જગ્યાઓએ પણ બઢતી આપવાની સ્પષ્ટતા કરવી, વર્ષ 2004માં ફિક્સ પગારમાં ભરતી થયેલા તલાટીઓના 5 વર્ષ સેવામાં સળંગ ગણવા, મહેસૂલી તલાટીઓ અને પંચાયત તલાટીઓ વચ્ચે કામગીરીની સમાન ધોરણે વહેંચણી ન થાય ત્યાં સુધી પંચાયત તલાટીઓ મહેસૂલી કામગીરી કરશે નહીં. ઉપરાંત નવ વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવાની માગણીઓ છે.