ધરણા / ખેડૂતોનો પ્રશ્ન લઇને ગાંધીનગર પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ડિનર અને ગાંઠિયા ખાઇને નોંધાવ્યો વિરોધ

ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાત્રે ડિનર લીધુ, રાતવાસો કર્યો અને સવારે નાસ્તો કર્યો તે વેળાની તસવીર
ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાત્રે ડિનર લીધુ, રાતવાસો કર્યો અને સવારે નાસ્તો કર્યો તે વેળાની તસવીર

divyabhaskar.com

Apr 09, 2019, 04:12 PM IST

અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં પાક વીમાને લઇને ખેડૂતોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ તેને મુદ્દો બનાવીને કોંગ્રેસના 3 ધારાસભ્ય 8મી એપ્રિલથી ગાંધીનગરમાં ધરણા પર બેસી ગયા હતા. આ ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાત્રે ડિનર અને સવારે ગાંઠિયા ખાઈને અનોખો વિરોધ કર્યો હતો, તેમજ કૃષિ નિયામકની કચેરીમાં જ ગાદલા પાથરીની સૂઇ ગયા હતા. 9મી એપ્રિલે જોઇન્ટ સેક્રેટરી સાથે મુલાકાત કર્યા બાદ ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતા.

કચેરીમાં રાતવાસો, ડિનર અને સવારનો નાસ્તો કર્યો
કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ઋત્વિક મકવાણા અને ચિરાગ કાલરિયા ધરણા પર બેઠા હતા, તેમની સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ધરણા કરવા માટે કોંગ્રેસના નેતાઓ કૃષિ નિયમાકની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાતવાસો કર્યો હતો. જે દરમિયાન રાત્રે ડિનર લીધુ હતું. ગાદલા પાથરીને નિયામકની ઓફિસમાં જ સૂઈ ગયા હતા. તેમજ સવારે ગાંઠિયાનો નાસ્તો કર્યો હતો.

જોઇન્ટ સેક્રેટરીને રજૂઆત કરીને ધરણા કર્યા પૂર્ણ
ધરણા 9મી એપ્રિલે જોઇન્ટ સેક્રેટરી સાથેની મુલાકાત બાદ પૂર્ણ થયા હતા. મુલાકાતમાં જોઇન્ટ સેક્રેટરીને વીમાના આંકડા જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને સરકારના ઇશારે પોલીસ કામ કરી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે લાંબા સમયથી સરકાર પાસેથી માહિતી માગવામાં આવી રહી છે, પરંતુ આજ સુધી કોઇ જવાબ મળ્યો નથી. જે અધિકારીઓ સહયોગ નથી આપતા તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.

કોંગ્રેસના ધરણા અંગે સીએમ રૂપાણીએ આપ્યુ નિવેદન
પાક વીમાની રકમના આંકડા જાહેર કરવાને લઇને ધરણા કરનાર કોંગ્રેસ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ મીડિયામાં આવીને નાટક કરે છે. સરકારે 2600 કરોડનો પાક વીમો આપ્યો છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના તાલુકાઓમાં વીમાની રકમ આપી દેવામાં આવી છે. કોગ્રેસના નેતાઓએ ખેડૂતો સાથે ચર્ચા કરવી જોઇએ, તેના બદલે નાટક કરે છે. કોંગ્રેસ ખેડૂતોના મત મેળવવા માગે છે અને એટલા માટે જ આ પ્રકારના અવનવા પ્રયાસો કરી રહી છે.

સીએમના નિવેદનને કોંગ્રેસના ધારાસભ્યે આપ્યો વળતો જવાબ
મુખ્યમંત્રી દ્વારા કોંગ્રેસ નાટક કરતી હોવાનું કહેવામાં આવતા કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વળતો જવાબ આપતા કહ્યુ છેકે, જેમને પીળિયો હોય તેમને બધુ પીળુ જ દેખાતુ હોય છે. આ મુદ્દે કોંગ્રેસ છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી રહી છે, પરંતુ કોઇ પરિણામ ન આવતા ધરમા કર્યા છે. તેમણે જણાવ્યું છેકે આ મામલે કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને પણ રજૂઆત કરવામાં આવશે અને તેમની પાસે સમય માગવામાં આવશે.

X
ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાત્રે ડિનર લીધુ, રાતવાસો કર્યો અને સવારે નાસ્તો કર્યો તે વેળાની તસવીરધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાત્રે ડિનર લીધુ, રાતવાસો કર્યો અને સવારે નાસ્તો કર્યો તે વેળાની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી