તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર: દેશમાં એક હજાર પુરુષો સામે 943 સ્ત્રીઓ, ગુજરાતમાં 919

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા એટલે કે સેક્સ રેશિયો અંગેના આંકડા ગુજરાત સામાજિક અને આર્થિક સર્વેક્ષણ 2015-16માં પ્રસિદ્ધ થયા છે. આ આંકડા વર્ષ 2011નાં સેન્સસ મુજબ છે. જેમાં રાજ્યમાં દર 1 હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 919ની નોંધાઈ છે. જ્યારે વર્ષ 2011ના સેન્સસ મુજબ દેશમાં દર 1 હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. જે વધીને 943 થઈ છે. 2001ના સેન્સસની સરખામણીએ 2011ના સેન્સસમાં રાષ્ટ્રીય સ્તરે પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યામાં 10 પોઇન્ટસનો વધારો જોવા મળ્યો છે. ગુજરાત જાતીય ગુણોતરના સંદર્ભમાં દેશના 22માં ક્રમે ધકેલાયું છે.
- પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં 22માં ક્રમે
- તાપીના આદિવાસી વિસ્તારો પ્રથમ જ્યારે સુરત છેલ્લા ક્રમે
ગુજરાતના સામાજિક અને આર્થિક સર્વેક્ષણ મુજબ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સેક્સ રેશિયોમાં 4 પોઇન્ટસનો સુધારો થયો છે. 2001ના સેન્સસમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 1 હજાર પુરુષોએ 945 સ્ત્રીઓ હતી જે 2011ના સેન્સસમાં વધીને 1 હજાર પુરુષોએ 949નો થયો છે. શહેરી વિસ્તારોમાં સ્ત્રીઓનો સેક્સ રેશિયો 2001 અને 2011ના સેન્સસમાં એકસરખો જળવાઈ રહ્યો છે. આ રેશિયો 1 હજાર પુરુષોએ 880 સ્ત્રીઓનો છે. મહેસાણા અને સુરત જિલ્લાઓને બાદ કરતા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પુરુષ અને સ્ત્રીનો જાતીય ગુણોતર વધ્યો છે. જ્યારે સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાને બાદ કરતા સૌરાષ્ટ્રમાં ઘટ્યો છે.
2011ના સેન્સસ મુજબ તાપીના આદિવાસી વિસ્તારો 1 હજાર પુરુષોએ 1007 સ્ત્રીઓના ગુણોતર સાથે પ્રથમ ક્રમે આવે છે. ત્યાર બાદ ડાંગનો આદિવાસી વિસ્તાર 1006ના ગુણોતર સાથે બીજા ક્રમે આવે છે અને દાહોદનો આદિવાસી વિસ્તાર 990ના જાતીય ગુણોતર સાથે ત્રીજા ક્રમે આવે છે. જ્યારે અમદાવાદ 904નો સેક્સ રેશિયો ધરાવે છે અને સુરત 1 હજાર પુરુષોએ 787 સ્ત્રીઓના સેક્સ રેશિયો સાથે સૌથી છેલ્લા ક્રમે આવે છે. આ સરવે મુજબ રાજ્યની અંદર શહેરો તરફ અને રાજ્યની બહાર થઈ રહેલું સ્થળાંતર સુરત અને અમદાવાદમાં ઘટેલા સેક્સ રેશિયોનું મુખ્ય કારણ છે.
50 વર્ષમાં પ્રથમ વખત બાળ જન્મ દરમાં સુધારો
ગુજરાત રાજ્યના સામાજિક અને આર્થિક સર્વેક્ષણ 2015-16 મુજબ રાજ્યના બાળ જન્મ દર રેશિયોમાં એટલે કે 0-6 વર્ષના બાળકોમાં 7 પોઇન્ટનો વધારો થયો છે. વર્ષ 2001ના સેન્સસ મુજબ 0-6 વર્ષના બાળકોમાં 1 હજાર મેલ ચાઇલ્ડની સામે ફીમેલ ચાઇલ્ડનો આંકડો 883 હતો જે વર્ષ 2011ના સેન્સસ મુજબ 1 હજાર મેલ ચાઇલ્ડની સામે વધીને 890 થયો છે. વર્ષ 2001માં રાષ્ટ્રીય સ્તરે 1 હજાર મેલ ચાઈલ્ડ સામે ફિમેલ ચાઈલ્ડનો દર 927 હતો જે વર્ષ 2011માં ઘટીને 919નો થયો છે.
અન્ય સમાચારો પણ છે...