75 હજાર લોકો એન્જીમેક પ્રદર્શનને નિહાળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર: ભારતના સોથી મોટા પાંચ દિવસીય એન્જિનીયરીંગ અને ટેકનોલોજી ટ્રેડ શોનું 13મા એન્જીમેકનું બુધવારે ભાજપના પ્રવક્તા સંબિપ પાત્રાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 32 દેશોના પ્રતિનિધીઓ અને કંપનીઓ હાજર રહેશે. તેમજ 75 હજારથી વધારે ઇન્ડસ્ટ્રીના લોકોએ 10 હજાર પોલીટેકનીક અને એન્જિનિયરીંગના સ્ટુડન્ટ પ્રદર્શન નિહાળશે. ગત વર્ષે 5 હજાર કરોડનો વેપાર થયો હતો.

 

જ્યારે આ વર્ષે 7.5 કરોડનો બિઝનેશ જનરેટ કરવાનું લક્ષ્ય રખાયુ છે. આ ઉપરાંત પ્રદર્શન દરમિયાન 25 પ્રોડેક્ટ લોંચ કરવામાં આવશે. આ પ્રદર્શન મુખ્ય મહેમાન તરીકે ભઆજના પૂર્વ સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રા, ચારૂસેટ યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ સુરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સંબિત પાત્રાએ જણાવ્યુ હતું કે, નરેન્દ્ર મોદી અને તેમના વિઝનને કારણે દેશે વિવિધ ક્ષેત્રોમાં જંગી સુધારો હાંસલ કર્યો હતો.  તેના કારણે 130માં ક્રમેથી ભારત 100 દેશોમાં સ્થાન હાસલ કર્યુ છે. માત્ર વિશ્વ બેંકની યાદીમાં જ નહીં પણ ભારતે ખુબ ટૂંકા ગાળામાં ખૂબ જ ઉજળો દેખાવ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...