તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર : એમઆઇજી ફ્લેટ બાંધકામ માટે 75 કરોડ ખર્ચાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગાંધીનગરમાં શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્રથમવાર બાંધવામાં આવનારા મીડલ ઇન્કમ ગ્રુપના પરિવારો માટેની આવાસ યોજનામાં હવે નક્કર કામગીરી આગળ વધવામાં છે. તેના પાછળ વિધાનસભાની આગામી ચૂંટણી પણ કારણભૂત બનશે. રાબેતા મુજબની વિધાનસભા ચૂંટણી આવે તો ડિસેમ્બર 2017માં યોજાશે અને ગુડાએ તે પહેલા લાભાર્થીઓને આવાસનો પ્રત્યક્ષ કબ્જો સોંપવા આયોજન કર્યું છે. કેમ કે સ્વાભાવિક રીતે વિકાસ કામોની અસર જનમાનસ પર થતી હોય છે. ત્યારે ન્યૂ ગાંધીનગરમાં કુડાસણની સાઇટ પર ઝડપભેર બાંધકામ શરૂ કરાશે. તેના પાછળ રૂપિયા 75 કરોડનો ખર્ચ થવાનો પ્રાથમિક અંદાજ મુકાયો છે.

વિધાનસભા 2017ની ચૂંટણી પહેલા ફ્લેટનો કબજો આપીને મતદારને આંજવા પ્રયાસ કરાશે

કુડાસણમાં જાહેર કરાયલી મધ્યમ આવક જુથના પરિવારો માટેની પ્રથમ આવાસ યોજનામાં 500 ફ્લેટ ટાઇપ આવાસના એપાર્ટમેન્ટ બાંધવામાં આવનાર છે. ડેપ્યુટી કલેક્ટર જે બી બારૈયાએ જણાવ્યું કે તેના માટે કરવમાં આવેલા ડિમાન્ડ સરવેમાં 2100 અજીઓ ગાંધીનગર શહેરિ વિકાસ સતામંડળને મળી હતી અને તેની તાજેતરમાં સ્કૂટીની કરવામાં આવી ત્યારે 1750 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતાં. બીજી બાજુ ચાલુ મહિનાના અંતમાં મોટાભાગે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આવાસનો ડ્રો કરવા માટે ગુડા દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેની સાથે જ એપાર્ટમેન્ટના બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ મહિનામાં પૂર્ણ કરી દેવા તંત્રને દોડતું કરાયું છે.
પ્રધાનમંત્રી યોજનામાં લાભાર્થીઓને લોન વ્યાજમાં સહાયના SMS કરાયાં

આવાસના લાભાર્થીઓને મકાનની કિંમતમાં રાજ્ય સરકારે રૂપિયા 1 લાખની સહાય આપ્યા પછી હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોનની રૂપિયા 6 લાખ સુધીની રકમ પર પણ મોટી સહાય મળવાની છે. તેના સંબંધે ગુડા દ્વારા તમામ લાભાર્થીને એસએમએસ કરીને જાણ કરાઇ છે. ગુડાના ચેરમેન આશિષભાઇ દવે એ કહ્યું કે લોનની રૂપિયા 6 લાખની રકમ સુધી લાભાર્થીએ માત્ર 6.50 ટકા વ્યાજ ભરવું પડશે. પરિણામે લાભાર્થીને રૂપિયા 2 લાખ સુધીનો ફાયદો થઇ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો