તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસ્તાની ફરિયાદો નિવારવા સરકારનું આયોજન: ગાંધીનગરમાં 26.49 કરોડના રસ્તા મંજુર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી આડે આમતો 16 મહિના જેવો સમય બાકી રહ્યાં છે. પરંતુ મતદારને રીઝવવા માટે સરકાર મેદાને ઉતરી ગઇ છે. ચૂંટણીના સમયે ગાંધીનગરના ઉત્તર અને દક્ષિણ બન્ને વિધાનસભા મત વિસ્તારમાં આવેલા ગામડાઓને જોડતા માર્ગ પણ ચકાચક ઉપલબ્ધ થઇ જવાના છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગર ઉત્તરના ગ્રામ્ય વિસ્તારમાં 9 અને દક્ષિણના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાન 21 કામને મંજુરી આપવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણી આડે ગણીને 16 મહિના રહ્યાં છે

રસ્તાના ઉપરોક્ત કામ ચોમાસુ ઉતરવાની સાથે ચાલુ કરી દેવામાં આવશે અને તેના પાછળ રૂપિયા 26.49 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અશોકભાઇ પટેલે જણાવ્યું કે રસ્તાના કામમાં કોલવડા, વાવોલ, પુન્દ્રાસણ માર્ગ, કોલવડા-ઢોલાથી ટીંટોડા રોડ, રૂપાલથી ગોલથરા રોડ, રાંધેજા સોનીપુર રોડ, રાંધેજા પીંપળજ રોડ, ઉનાવાથી બાલવા-મુબારકપુર રોડ, પીંડારડાથી ઉનાવા રોડ, પેથાપુર ઉનાવા રોડ અને જલુંદ-સરઢવ એપ્રોચ રોડનો સમાવેશ કરાયો છે.

ગાંધીનગર ઉત્તરમાં 9 અને દક્ષિણ વિધાનસભામાં 21 રસ્તાના કામ કરાશે

આ કામો પાછળ રૂપિયા 14.96 કરોડનો ખર્ચ થશે. જ્યારે દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના જણાવવા પ્રમાણે તેમના મત વિસ્તારમાં 3 માર્ગને પહોળા કરાશે. તેમાં સોનારડા-ગલુદણથી વડોદરા અને ત્યાંથી અમદાવાદ-દહેગામ રોડ, કુડાસણ એપ્રોચ રોડ તથા ભાટ કોટેશ્વર રોડનો સમાવેશ થાય છે. તેના પાછળ 4 કરોડ ખર્ચાશે. જ્યારે દોલારાણા વાસણા, કરાઇ, લિંબડિયા, રણાસણ, મગોડી, વડોદરા ચિલોડા, દશેલા, ઉવારસદ, શાહપુર, છાલા મોતીપુરા, કરસનપુરા, વીરાતલાવડી, ચેખલારાણી, આલમપુર, પાલજ રામપુરા, વાંકાનેરડા અને સોલંકીપુરાના માર્ગના રિસરફેસ કરાશે. કુલ ખર્ચ રૂપિયા 11. 53 કરોડનો થશે.

રસ્તાની ફરિયાદો નિવારવા સરકારનું આયોજન

રાજ્યના માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે હજુ પણ રસ્તાના નવીનીકરણ અને મજબુતીકરણની જરૂરત સંબંધે સરવે કરાવવામાં આવી રહ્યો છે. તેના આધારે અન્ય ગામડાઓના માર્ગના કામ પણ હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરી મુખ્યમંત્રી ગ્રામ સડક વિકાસ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. તેમાં માટીકામ, મેટલકામ, નાળાકામ અને ડામરકામનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
કુલ 89 કિલોમીટર લંબાઇનું કામ થશે
હાલમાં મંજુર કરવામાં આવેલા રસ્તાના 30 કામમાં કુલ મળીને 89 કિલોમીટર લંબાઇમાં રસ્તાના નવીનીકરણના કામ કરવામાં આવશે. આ તમામ કામગીરીમાં થર્ડ પાર્ટી ઇન્સપેક્શનની શરત પણ ટેન્ડર દરમિયાન મુકવામાં આવશે તથા જાળવણી માટેની સમય મર્યાદા પણ નિયત કરવામાં આવશે. આમ કરવાના કારણે કામની ગુણવત્તા જળવાઇ રહેશે.

વડસર ખાત્રજ રોડ ફોરલેન કરવા 13 કરોડ ખર્ચાશે

મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે ગાંધીનગરની બે વિધાનસભાના મત વિસ્તાર ઉપરાંત કલોલમાં વડસર, ખાત્રજ, સેડફા રોડનું કામ હાથ પર લેવાશે. આ માર્ગ હાલમાં 10 મીટર પહોળો છે. તેને હવે ફોરલેન કરવાની કામગીરી કરવામાં આવશે. આમ કરવાથી અમદાવાદ હાઇ વે તરફનું ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે અકસ્માતના બનાવ પણ ઘટશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો