તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની બેદરકારી: વિદેશમાં અભ્યાસ માટે રાજ્ય સરકારે આપેલી 23 કરોડની લોન વસૂલાતી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ હેઠળના અનુસૂચિત કલ્યાણ વિભાગ દ્વારા વિદેશ જવા માટે‘ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડો. બાબાસાહેબ આંબેડકર લોન’ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અપાતી લોનમાં જિલ્લાકક્ષાએ અરજી કરીને લોન આપવામાં આવે છે.
વસૂલાત પેટે 44.57 કરોડની રકમ બાકી હોવાનું બહાર આવ્યું
આ લોન કોને અપાય છે અને કેટલી અપાય છે તેની પૂરી જાણકારી રાજ્યના જૂના સચિવાલયની અનુસૂચિત કલ્યાણ વિભાગની કચેરીને હોય છે, કારણ કે જિલ્લા કક્ષાએથી લોન મંજૂર કરીને તેની અંતિમ મંજૂરી માટે અનુસૂચિત કલ્યાણ વિભાગ સમક્ષ મૂકવામાં આવે છે. પણ, કેટલા લોકો લોનની રકમ કેટલી ભરે છે અને ખરેખર કેટલા લોકો પાસે કેટલી રકમ બાકી છે તેનો કોઇ હિસાબ અનુસૂચિત કલ્યાણ વિભાગ કચેરીમાં રાખવામાં આવતો નથી. પરિણામે અત્યાર સુધી રૂ. 58. 19 કરોડની લોન સામે ન ભરાયેલી ડ્યૂ રકમ રૂ. 23.36 કરોડની થઇ ગઇ છે અને કુલ વસૂલાત પેટે 44.57 કરોડની રકમ બાકી હોવાનું બહાર આવ્યું છે.
670માંથી સંખ્યાબંધ લોકો પાસે લોનની વસૂલાત બાકી
રાજ્ય સરકાર દ્વારા 670 વ્યક્તિને મે-2016 સુધીમાં 670 વ્યકિતઓને કુલ રૂ. 58,19,91,100 લોન આપવામાં આવી હતી. કુલ લોનમાંથી ડ્યૂ રકમ લેવાની નીકળતી રૂ. 23.36 કરોડની થાય છે. કુલ વસૂલાત રૂ. 13.72 કરોડની છે, બાકી વસૂલાત રૂ. 11.73 કરોડની થાય છે. જે લોકો પાસે રકમ બાકી છે, પણ હપતા ચૂકવતા નથી અને જેઓ હપતા ચુકવે છે તેમની પાસે નીકળતી લેણી રકમ મળીને કુલ રૂ. 44.57 કરોડ લેવાના નીકળે છે. ખરેખર કઇ વ્યકિત પાસે કેટલી રકમ લેવાની નીકળે છે તેની કોઇ વિગત કચેરી દ્વારા જાહેર કરવામાં કે પૂરી પાડવામાં આવતી નથી.
આંબેડકર યોજના શું છે?

આંબેડકર લોન યોજના હેઠળ ધો.12માં 50 ટકા મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે રૂ. 15 લાખની લોન આપવામાં આવે છે. આ લોન પર ડિપ્લોમાં-ડિગ્રી ટેક્નિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમ કરવા માટે ચાર ટકા વ્યાજ વસૂલાય છે.
જિલ્લા કક્ષાએ મોનિટરિંગ

લોન અપાય છે, બે વ્યકિતઓને જામીન પેટે પણ લેવાય છે. યોજનાને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએથી મોનિટરિગ થાય છે, પણ કેટલી વ્યકિત લોન ભરે છે તેનું મોનિટરિંગ હાથ ધર્યું હોવાનું અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક કે.ડી.કાપડિયાએ જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો