તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર: ડેપ્યુટી કલેક્ટરના પુત્રનો અાપઘાત, માતા-પિતા બહાર ગયા ત્યારે જીવનલીલા સંકેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર: ગાંધીનગર શહેરના સે-25 ખાતે રહેતા ડેપ્યુટી કલેક્ટરનાં 19 વર્ષનાં કોલેજીયન પુત્રએ ગઇ સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. માતા પિતા બાલાજી મંદિરે દર્શન કરવા ગયા હતાં. આ બનાવની જાણ સેક્ટર 21 પોલીસને થતા સ્થળ પર જઈને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યાનુસાર શહેરનાં સેક્ટર-25 ખાતે સ્થિત સુર્યનારાયણ સોસાયટીમાં પ્લોટ નં 169/1 ખાતે રહેતા અને નડીયાદમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા કૃષ્ણસિંહ ચાવડાનાં 19 વર્ષિય કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા પુત્ર જયરાજસિંહે ગઇ સાંજે પોતાના ઘરે જ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે.
માતા પિતા બંને બાલાજી મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યારે ઘરમાં કોઇ હતુ નહીં. તે દરમિયાન મકાનના ઉપરના રૂમમાં પંખે સાડી બાંધી આપઘાત કરી દીધો હતો. યુવાને કયાં કારણોસર આપઘાત કર્યો તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. પોલીસને કોઇ સ્યુસાઇડ નોટ મળી નથી. યુવાનની માતા ભારતીબેન મૃત હાલતમાં દિકરાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. સે-21 પોલિસે મૃતદેહ પી.એમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી પી.એસ.આઇ ટી.બી.પંડ્યાએ વધુ તપાસ શરૂ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો