તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર : મનપાના કુંડમાં વિસર્જન માટે વસૂલાય છે 151ની ‘બક્ષિસ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : ગણેશોત્સવ અંતિમ ચરણમાં છે. જિલ્લા અને નગરના ગણેશભક્તો ઇન્દ્રોડા પાસે મહાનગરપાલિકાએ બનાવેલા કુંડમાં ગણેશજીનું વિસર્જન કરીને તંત્રને સહયોગ આપી રહ્યાં છે. પરંતુ વિઘ્નહર્તાના વિસર્જનમાં લેભાગુ તત્વો વિઘ્ન બનીને નાગરિકોના ખિસ્સા ખંખેરી રહ્યા છે. પોંડમાં શ્રીજીની મુર્તિનું વિસર્જન કરવા માટે નાગરિકો પાસેથી રોકડા રૂપિયા 151 પડાવવામાં આવે છે. આ તત્વોની મનમાનીથી નાગરિકો પરેશાન થઇ રહ્યાં છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ કહ્યું કે તંત્ર દ્વારા નિ:શુલ્ક સેવા આપવામાં આવી છે અને કોઇએ એક રૂપિયો પણ કોઇને આપવાનો થતો નથી.

નદી અને જમીનને પ્રદુષિત થતી અટકાવવા મહાપાલિકાએ બાંધેલા કુંડમાં લેભાગુઓ બન્યા વિઘ્નરૂપ

આ મુદ્દે તપાસ કરીને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. દર વર્ષની જેમ મનપાએ નદી અને જમીનને પ્રદુષિત થતાં રોકવા માટે ઇન્દ્રોડા પાસે મુર્તિના વિસર્જન માટે પાણીનો કુંડ બનાવાયો છે. જેમાં નગરના નાગરીકો શ્રીજીનું વિસર્જન કરે છે.ત્યારે કુંડમાં તંત્રની વ્યવસ્થાને કંલક લગાવતી ઘટના સામે આવી છે. તંત્રના કુંડમાં નાગરિકો માટે ગણેશ વિસર્જનની નિ:શુલ્ક સેવા આપવામાં આવી છે. તેમ છતાં ત્યાં નાગરિકો લેભાગુ તત્વોને પૈસા ચુકવવા મજબુર બન્યા છે.

ભાવપૂર્વક ભાવિકોને બોલાવીને તેમના શ્રીજીને પાણીમાં પધરાવવા લઇ જતાં કેટલાંક શખ્સો વિધિ પુરી થયાં પછી ભાવિકોને બ્લેકમેઇલ કરતા હોય તે પ્રકારે રૂપિયા 151 માગે છે અને તેનાથી ઓછા પૈસા લેવા માટે માનતા નથી. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર જે બી બારૈયાએ જણાવ્યુ હતું કે કુંડની આસપાસ સાફ-સફાઇ કરવા માટે કર્મચારીઓ મનપા દ્વારા મુકવામાં આવ્યા છે. વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કોઇ પણ જાતની રકમ લેવામાં આવતી નથી. આ વ્યવસ્થા નાગરીકો માટે નિ:શુલ્ક છે. જો કોઇ પણ તત્વો આવી પ્રવૃતિ કરતા જણાશે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

151 આપશો તો ગણેશજીનું વિસર્જન કરવા દઇશું: ધવલ મહેતા

અમે ઘરે ત્રણ દિવસ માટે શ્રીજીની સ્થાપના કરી હતી. ત્રણ દિવસ બાદ મહાનગરપાલિકા દ્વારા બનાવામાં આવેલા કુંડ શ્રીજીનું વિસર્જન કરવા ગયા હતાં. પરંતુ બહાર ઉભેલા વ્યક્તિએ વિસર્જન કરવા માટે પૈસા માંગ્યા હતાં. તેણે કહ્યુ હતું કે જો તેમે 151 રૂપિયા આપશો તો જ વિસર્જન કરવા દેવામાં આવશે નહિં તો અહીંથી ચાલ્યા જાવ તેમ સાફ જણાવી દીધુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો