• Gujarati News
  • 112 Facebook Pages 512 Whats App Group Use For Patidar Reservation Movement

112 ફેસબુક પેજિસ, 512 વોટ્સએપ ગ્રૂપ દ્વારા 1 કરોડ પાટીદારોને જોડવાની કવાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પાટીદારોના આંદોલનથી સરકારને કે ભાજપને ફરક નહીં પડે : નીતિન પટેલ
પાટીદાર અનામત: માર્ગ મકાન મંત્રીની સાફ વાત : આંદોલન યોગ્ય નથી
પટેલ સમાજની જે રજૂઆત છે તે પદ્ધતિસરની નથી: નીતિન પટેલ

મુખ્યમંત્રી આનંદીબહેન પોતે અંગત રસ લઈ પાટીદારોના અનામત આંદોનને જેમ બને તેમ ઝડપથી સમાપ્ત થાય તે માટે પક્ષના તમામ પાટીદાર ધારાસભ્યો પર દબાણ લાવી રહ્યા છે ત્યારે કેબિનેટ મંત્રી નીતિન પટેલનું આ નિવેદન આંદોલનની આગ વધુ ભડકાવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

રાજપીપળા : પટેલો દ્વારા અનામતની માગણી સાથે કરવામાં આવતું આંદોલન યોગ્ય નથી. પટેલ સમાજની રજૂઆતો પદ્ધતિસરની ન હોવાનું રાજ્યના માર્ગ મકાન મંત્રી અને પાટીદાર સમાજના આગેવાન નિતિન પટેલે રાજપીપળા ખાતે ઉદ્દઘાટન કાર્યક્રમ ટાણે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યુ હતું. તેમને આંદોલનને અયોગ્ય ગણાવી તેનાથી રાજય સરકાર કે ભાજપ પક્ષને કોઇ ફરક પણ નહીં પડે તેમ જણાવ્યુ હતું.

નર્મદા જિલ્લામાં લોકાર્પણના ત્રણ કાર્યક્રમો માટે રાજ્યના આરોગ્ય, માર્ગ અને મકાન મંત્રી નીતિન પટેલ રાજપીપળા ખાતે આવ્યા હતા. કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, પટેલ સમાજ દ્વારા જે અનામતની માંગણી કરવામાં આવી રહી છે. જે પદ્ધતિસરની નથી. આ જે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તે પણ યોગ્ય નથી. લોકશાહી દેશમાં સંગઠનો રજૂઆત અને માંગણી કરી શકે છે. જે કરવાનો તેમને હક્ક છે. પરંતુ આવી રજૂઆત ન થઇ શકે. પટેલ સમાજની જે રજૂઆત છે તે પધ્ધતિસરની નથી અને જે બાબતે સરકાર કોઈ નિર્ણય લઇ શકે તેમ નથી કહી તેઓએ આ આંદોલનને ખોટું ગણાવ્યું હતું .
112 ફેસબુક પેજિસ, 512 વોટ્સએપ ગ્રૂપ : 1કરોડ પાટીદારોને જોડવાની કવાયત

અમદાવાદમાં 5, રાજકોટમાં 2, ભાવનગરમાં 2 અને વડોદરામાં 1 યુવાન મળીને કુલ 10 પાટીદાર યુવકોની ટીમ આ સોશિયલ મીડિયાનું અભિયાન ચલાવી રહી છે.

ગાંધીનગર: પાટીદારોનું અનામત આંદોલન ઉગ્ર બની રહ્યું છે. તેમાં બને તેટલા વધુ પાટીદારોનું સમર્થન મળે તે હેતુથી પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સમિતિના કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા મુજબ હાલમાં ફેસબુક પર 112 પેજિસ, વોટ્સએપ પર 512 ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા આગામી 25મી ઓગસ્ટ સુધીમાં પાટીદાર અનામત આંદોલન માટે 1 કરોડ પાટીદારોનું સમર્થન પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ અંગે વધારે માહિતિ આપતા હાર્દિક પટેલે જણાવ્યું કે અમદાવાદમાં 5 લોકો, રાજકોટમાં 2 લોકો, ભાવનગરમાં 2 અને વડોદરામાં 1 પાટીદાર યુવાન મળીને કુલ 10 પાટીદાર યુવકો એક ટીમ તરીકે આ સોશિયલ મીડિયાનું અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં આગળ જરૂર પડે તેમ અન્ય યુવાનો પણ જોડાશે. આજે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે પાટીદાર સમાજ તેનો મહત્તમ ઉપયોગ કરીને પોતાની અનામત મેળવવાની માંગણી માટે મહત્તમ સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આગામી દિવસોમાં ખાસ કરીને રાજ્યના ચાર મહાનગરોમાં યોજાનારી પાટીદાર અનામત આંદોલન સમિતિની રેલીઓને શહેરી પાટીદારોનું પૂરતું સમર્થન મળે તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આગળ વાંચો નરેશ પટેલ વિરુદ્ધમાં તો કાનજી ભાલાળા પાટીદાર અનામતની તરફેણમાં