તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કરવાની ફરજ પડાતાં એરફોર્સના કર્મીએ જીવ ખોવો પડ્યો હતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : શહેરના સેક્ટર 30માં એરફોર્સમાં નોકરી કરતા કર્મચારીની 10 મહિના પહેલા તેના જ ક્વોટર્સમાં હત્યા થઇ હતી. મરનાર કર્મચારીએ આરોપીને સમલીંગીક સબંધ બાંધવા દારૂ પીવડાવી મજબુર કર્યો હતો. આરોપીએ ના પાડતા બોલાચાલી બાદ આરોપી મર્ડર કરીને ભાગી ગયો હતો. ગીલ્લુ ગ્યાસીરામ વાલ્મીકી (મૂળ રહે. અલીગઢ, યુપી) એરફોર્સમાં નોકરી કરતો હતો અને શહેરના સેક્ટર 30માં સરકારી ક્વોટર્સમાં રહેતો હતો. ગત 24/25 નવેમ્બર 2015નાર રોજ અજાણ્યો ઇસમ લાકડાની પટ્ટીનો માર મારી હત્યા કરી ભાગી ગયો હતો. જેમા સ્થળ પરથી પોલીસને કોન્ડોમ અને અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળતા તે દિશામા તપાસ કરાઇ રહી હતી.

સે.30માં 10 મહિના પહેલા એરફોર્સના કર્મચારીની હત્યા કરનાર ઝડપાયો

જ્યારે આ બનાવના હત્યારાને ઝડપી લેવા ગાંધીનગર રેન્જ મહાનિરીક્ષક મનોજ શશીધરે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી એસ આઇ ટી વી યુ ગડરિયા અને સ્ટાફે કામગીરી હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ કરતા મડર્રનો રેલો છેક મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો અને પવન શ્યામલાલ પાંડે (રહે. બ્લોક નંબર 181/14 ચ ટાઇપ, સે30, મૂળ રહે. ખજુરાહન. જિ. રીવા, એમપી)ને ઝડપી લીધો હતો. આકરી પુછપરછ કરતા ભાંગી પડીને ગુનો કબુલ્યો હતો.
કેવા સંજોગોમાં થઇ હતી કર્મચારીની હત્યા

એરફોર્સના કર્મચારીની હત્યા કરનાર આરોપી પવન શ્યામલાલ પાંડેએ પોલીસને કહ્યું કે ગત 24 નવેમ્બર 2015નાર રોજ સાંજના સમયે અંધારૂ થયા પછી ઘરેથી ફરવા નિકળ્યો હતો. ચાલતા ચાલતા સેક્ટર 30 ગુરૂદ્વારા પાછળની ખુલ્લી જગ્યામાં આંટા ફેરા કરતો હતો. તે દરમિયાન ગીલ્લુ વાલ્મિકી તેની પાસે આવીને વાતચિત કરવા લાગ્યો હતો અને બંને વચ્ચે પરિચય થયો હતો. એક બીજાના નામ ઠામ જાણ્યા હતાં ત્યારે ગીલ્લુએ એરફોર્સમાં નોકરી કરતો હોવાનુ જણાવ્યું હતું.

ઘરે પધારવા આમંત્રણ આપ્યું હતું. આરોપી પવન પાંડે મૃતક ગીલ્લુના ઘરે ગયો હતો. ઘરે જઇને ગીલ્લુ અને પવને દારુની મહેફીલ કરી હતી. નાસ્તો કર્યા બાદ મોડી રાત્રે ગીલ્લુ શરીર પરના કપડા કાઢી નગ્ન હાલતમાં થઇ ગયો હતો. ત્યારે આરોપી પવનને સૃષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કરવા લલચાવ્યો હતો.આ સમયે પવને આનાકાની કરતા ગીલ્લુએ ઉશ્કેરાઇને આરોપી પવનને લાકડાની પટ્ટી હાથની કોણી ઉપર મારી હતી. બંને ઉગ્ર બની ગયા હતાં ત્યારે પવને ગીલ્લુને નીચે પાડી દેતા બુમાબુમ કરવા લાગ્યો હતો. તે દરમિયાન પવને ગીલ્લુનુ મોં દબાવી બીજા હાથે લાકડાની પટ્ટી માથાના ભાગે મારતા મોત થઇ ગયું હતું અને હત્યા બાદ પવન મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો