તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુ ગાંધીનગરમાં 1 હજાર એલઇડી લાઇટ્સથી માર્ગો પર ઉજાશ રેલાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર : પાટનગરના મુખ્ય માર્ગો પર એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ લગાડવાનું શરૂ કરાયું છે. આગામી દિવસોમાં ન્યૂ ગાંધીનગરમાં પણ મુખ્ય માર્ગોને એલઇડી સ્ટ્રીટ લાઇટથી ઝળહળતા કરવાની યોજના ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા અમલી કરાઇ છે અને રૂપિયા 4 કરોડના ખર્ચનું આયોજન તેના માટે કરાયું છે. ગુડાના ડે . કલેક્ટર જે બી બારૈયા જણાવ્યું કે પ્રથમ તબક્કે જ 1 હજારથી વધુ એલઇડી સ્ટ્રીટ લાઇટ લગાડાશે અને તેનું કામ શરૂ કરી દેવાયું છે. એવી પદ્ધતિ પણ અમલી કરાઇ છે, જેમાં લાઇટ બિલ ગ્રામ પંચાયત કે નગરપાલિકા દ્વારા ભરવાની બાહેંધરી અપાશે તો તેઓ કહે ત્યાં અને કહે તેટલી લાઇટના પોલ લગાડી દેવાશે.
સમગ્ર ગુડા વિસ્તાર માટે રૂપિયા 4 કરોડના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે

ન્યૂ ગાંધીનગરના વિસ્તારમાં આવેલી ગુડાની અલગ અલગ નગરરચના યોજનાના વિસ્તારમાં મુખ્ય માર્ગો પર એલઇડી સ્ટ્રીટ લાઇટ્સ લગાડવાની યોજના સંબંધે ડે.કલેક્ટરે આપેલી વધુ માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં વિવિધ માર્ગ પર મળીને 550 જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ લગાડી દેવામાં આવ્યા છે. તેના પાછળ રૂપિયા 2.50 કરોડ જેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આગામી દિવસોમાં વધુ 500 જેટલા નવા પોલ લગાડવામાં આવશે. દરેક પોલ પર 120 વોટની એલઇડી લાઇટ લગાડવામાં આવનાર છે. ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળના વિસ્તારમાં લાગનારી એલઇડી લાઇટની જાળવણી પમ 4 વર્ષ સુધી કોન્ટ્રાક્ટર કંપની દ્વારા જ કરવામાં આવે તેવી શરત પણ ટેન્ડરમાં જ રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યુ હતું.

ડિસેમ્બર સુધીમાં દરેક વિસ્તારને આવરી લેવાશે

ડે.કલેક્ટરે જણાવ્યું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પાટનગરમાં આ કામગીરી કરવામાં આવી છે. તે પ્રમાણેના ધોરણોને ગુડા અનુસરશે. આગામી દિવસોમાં આ યોજનાને ચાલુ રાખવામાં આવશે અને ડિસેમ્બર 2016 સુધીમાં સમગ્ર ગુડા વિસ્તારને આવરી લઇને કામગીરી પૂર્ણ કરી દેવાશે.

ક્યા વિસ્તારમાં પોલ લાગ્યા અને ક્યાં લાગશે

સરગાસણ અને કુડાસણ વિસ્તારમાં રિલાયન્સ ચોકડી રોડ, સહજાનંદ સિટી રોડ, ઉર્જાનગર, અક્ષર બંગલો રોડ, કોબા મેઇન રોડથી હાઇવે સુધીનો માર્ગ, ખ રોડની બાજુનો વિસ્તારમાં પ્રથમ તબક્કે પોલ લગાડવામાં આવી રહ્યાં છે. હવે પછી વાવોલ, કોલવડા અને પેથાપુરમાં કામ શરૂ કરાશે.
કોબા અને પેથાપુર બન્ને લાઇટ બિલ ભરશે

એલઇડી સ્ટ્રીટ લાઇટના પ્રોજેક્ટ અંતગર્ત કોબા ગ્રામ પંચાયત અને પેથાપુર નગરપાલિકા દ્વારા ગુડા તરફથી સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવ્યા બાદ તેના વીજળીના બિલ ભરવાની બાહેંધરી આપી દેવામાં આવી છે. ગુડા દ્વારા જ્યાં વસવાટ શરૂ થઇ ગયો હોય તેવા વિસ્તારને અગ્રતા અપાનાર છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો